મુખ્ય સમાચાર
News of Sunday, 15th December 2019

ન્યાયિક નિર્ણયોમાં આર્ટિફિશીયલ ઈન્ટેલિજેન્સ લાવવાની યોજનાની બાદબાકી કરતા CJI બોબડે

નાગપુરઃ ચીફ જસ્ટિસ શરદ અરવિંદ બોબડેએ કહ્યું કે, ભારતીય ન્યાય વ્યવસ્થામાં નિર્ણય લેવા માટે હાલ આર્ટિફિશીયલ ઈન્ટેલિજન્સ લાવવાની કોઈ યોજના નથી. નાગપુરમાં હાઈકોર્ટ બાર એસોસિએશનના કાર્યક્રમમાં શનિવારે સીજેઆઈએ કહ્યું કે, કોર્ટમાં AI ટેકનીકનો ઉપયોગ કરવાનો વિચાર સારો છે, આ ટેકનીક કેસોનું સંચાલન અને કાર્યક્ષમતા વધારે સારી બનાવી શકે છે. પરંતુ અન્ય ટેકનીકલ ચીજ વસ્તુઓની જેમ આ ટેકનીકના પણ ઘણા નકારાત્મક પાસા હોઈ શકે છે. ચીફ જસ્ટિસે સ્પષ્ટતા કરી કે, ન્યાયિક નિર્ણયોમાં છૈં ક્યારેય માણસના મગજની જગ્યા ન લઈ શકે અને ના તો તેની જેમ કામ કરી શકે છે.CJI બન્યા પહેલા જસ્ટિસ બોબડેએ કહ્યું હતું કે, કોર્ટમાં આર્ટિફિશીયલ ઈન્ટેલિજેન્સ અને ઉચ્ચ ટેકનીક જરૂરી છે. કાર્યક્રમમાં ચર્ચા કરતી વખતે પૂર્વ સીજેઆઈ આરએમ લોઢાએ કોર્ટના કામકાજમાં છૈંનો ઉપયોગ કરવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ચીફ જસ્ટિસ બોબડેને અપીલ કરી કે તે આર્ટિફિશીયલ ઈન્ટેલિજેન્સને નિર્ણયોની પ્રક્રિયામાં સામેલ કર્યા પહેલા તેના સારા અને ખરાબ પાસા વિશે જાણી લે.

(3:52 pm IST)