મુખ્ય સમાચાર
News of Sunday, 15th December 2019

હૈદરાબાદ એન્કાઉન્ટરમાં ઠાર થયેલા ૪ ચાર આરોપીની લાશો હજુ હૉસ્પિટલમાં જ પડી છે ? ભારે સસ્‍પેન્‍સ પ્રવર્તી રહ્યો છે

હૈદરાબાદ : તેલંગાના ના પાટનગર હૈદરાબાદમાં મહિલા વેટનરી ડૉક્ટર સાથે ગેંગરેપ બાદ હત્યા ના ચાર આરોપીઓ એન્કાઉન્ટરમાં મોત થયા બાદ તેની તપાસ ચાલી રહી છે. એન્કાઉન્ટરમાં ચારેય આરોપીઓના મોત થયા બાદ સુપ્રીમ કોર્ટએ તપાસ પંચની રચના કરી છે. પરંતુ આ દરમિયાન એન્કાઉન્ટરના 10 દિવસ બાદ પણ ચારેય આરોપીઓની લાશ હૉસ્પિટલમાં રાખવામાં આવી છે. તેમના પરિવારના સભ્યો હજુ સુધી તેમના અગ્નિસંસ્કાર નથી કરી શક્યા. તેમની લાશોને પરિજનોને ક્યારે સોંપવામાં આવશે તેને લઈને હાલ સસ્પેન્સ કાયમ છે.

લાશોને કેમ સોંપવામાં નથી આવી રહી? ચારેય આરોપીઓના મોત 6 ડિસેમ્બરે પોલીસ એન્કાઉન્ટરમાં થયા હતા. હૈદરાબાદમાં ચારેય આરોપીઓને નેશનલ હાઈવે 44ની પાસે એન્કાઉન્ટર દરમિયાન ગોળી મારીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. આ એ જ હાઈવે હતો જ્યાંથી 27 વર્ષીય ડૉક્ટરની સળગેલી લાશ મળી હતી. આ એન્કાઉન્ટર પર અનેક પ્રકારના સવાલ ઉઠાવવામાં આવ્યા છે. અનેક સંગઠનોએ તેને નકલી કરાર કર્યું. જેથી આંધ્ર પ્રદેશ હાઈકોર્ટે ઘટનાના દિવસે જ ચારેય શબોને 13 ડિસેમ્બર સુધી સંરક્ષિત રાખવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે કહ્યું કે હાલ તેમના અંતિમ આદેશ સુધી લાશોને સુરક્ષિત રાખવામાં આવે. છ મહિનાની અંદર સુપ્રીમ કોર્ટમાં તપાસનો રિપોર્ટ સોંપવામાં આવશે

(1:01 pm IST)