News of Friday, 15th November 2019
મધ્યપ્રદેશમાં ૧ દિવસના બાળકને સડક પર છોડી દીધો હતોઃ દોઢ વર્ષ પછી વિદેશી દંપતિએ દતક લીધો
નીમચ ( મધ્પ્રદેશ) ના એક અનાથ આશ્રમથી માલ્ટાના દંપતિએ દોઢ વર્ષના બાળક કુશને દત્તક લીધો.
કુશ એક દિવસનો હતો ત્યારે તેના માતાપિતાએ એને સડક પર લાવારિસ છોડી દીધો અને પોલીસએ એને બચાવ્યો હતો.
દંપતિએ જણાવ્યુ કે એમને પોતાનું કોઇ બાળક નથી અને એમને એક એજન્સી મારફત અનાથ આશ્રમનો સંપર્ક કર્યો હતો.
અનાથ આશ્રમના નિર્દેશકએ કહ્યું અને કુશ માટે ખુબ જ ખુશ છીએ. દંપતિ બાળકને લઇ બુધવારના માલ્ટા રવાના થયા.
(11:18 pm IST)