મુખ્ય સમાચાર
News of Friday, 15th November 2019

ચીફ જસ્ટિસ રંજન ગોગોઇના કાર્યકાળનો આજે છેલ્લો દિવસ...

૩ મીનીટમાં ૧૦ કેસમાં નોટિસ : સુનાવણી દરમ્યાન વકીલો દલીલો ઉપરાંત કર્યા જોરદાર વખાણ

નવી દિલ્હી,તા.૧૫: સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ આગામી ૧૭મી નવેમ્બરના રોજ રિટાયર્ડ થઇ રહ્યા છે. જો કે સુપ્રીમ કોર્ટમાં આજે તેમનો છેલ્લો કાર્યદિવસ છે. તેને લઇ જે સાંજે સુપ્રીમ કોર્ટે બાર એસોસીએશન તેમનો વિદાય સમારંભ આયોજીત કરશે. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇએ આજે બપોરે ૨.૩૦ થી ૩.૦૦ વાગ્યાની વચ્ચે રાજદ્યાટ જશે. આપને જણાવી દઇએ કે આગામી ૧૮જ્રાક નવેમ્બરના રોજ દેશના નેકસ્ટ ચીફ જસ્ટિસ એસ.એ.બોબડે શપથ લેશે.

શુક્રવારના રોજ સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ તરીકે રંજન ગોગોઇએ પરંપરા પ્રમાણે નેકસ્ટ ઘ્થ્ત્ શરદ અરવિંદ બોબડેની સાથે બેઠા. તેમની કોર્ટની કાર્યવાહી અંદાજે ૩ મિનિટ જ ચાલી. આ દરમ્યાન CJI રંજન ગોગોઇએ પોતાની સામે લિસ્ટેડ તમામ ૧૦ કેસ પર નોટિસ કરી. સુનવણી દરમ્યાન કેટલાંય વકીલોએ પોતાની દલીલો સિવાય તેમના જોરદાર વખાણ પણ કર્યા. પોતાના સમ્માનમાં આ વાતો સાંભળી ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ હસ્યા અને તેમણે વકીલોને ધન્યવાદ કહ્યું.

ઉલ્લેખનીય છે કે ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ પોતાના કાર્યકાળમાં ઐતિહાસિક ચુકાદા આપ્યા. તેમાં મુખ્ય ચુકાદો અયોધ્યા વિવાદ, સબરીમાલા કેસ, રાફેલ કેસ, રાહુલ ગાંધીના ચોકીદાર ચોર હૈ વાળા નિવેદન, નાણાંકીય બિલ અને સીજેઆઇ ઓફિસ આરટીઆઈના દાયરામાં સામેલ છે.

(3:47 pm IST)