મુખ્ય સમાચાર
News of Friday, 15th November 2019

ગુગલે એપ્લીકેશન 'રેફરેન્ડમ ૨૦૨૦' પ્લેસ્ટોર પરથી હટાવી દીધી : ખાલીસ્તાનનું સમર્થન કરે છે

ચંદીગઢ તા.૧૫ : પંજાબને આઝાદ કરવાની માંગ કરનાર 'રેફરેન્ડમ ૨૦૨૦' નામની એકઅલગતાવાદી એપ્લિકેશન તાજેતરમાં ગુગલે પોતાના પ્લેસ્ટોર પ્લેટફોર્મ પર શામેલ કરીહતી પરંતુ કરતારપુર કોરીડોર શ્રદ્ધાળુઓ માટે ખોલવામા ંંઆવેલ આ એપ્લિકેશન એક જ દિવસમાં ભારે વિરોધ બાદ ગુગલે પોતાના પ્લેટફોર્મ પરથી હટાવી લીધી છે. આ મોબાઇલ એપ્લિકેશન શીખ ફોર જસ્ટીસ નામના સંગઠને ડેવલપ કરી છે.

આવર્ષે જુલાઇમાં ગૃહ મંત્રાલયે આ સંગઠનનેગેરકાયદે જાહેર કર્યુ હતુ.આ એપ્લિકેશનખાલિસ્તાન સમર્થક આંદોલન પંજાબ રેફરેન્ડમ ૨૦૨૦નું એક ડીજીટલ એક્ષટેન્શન છે જેનું અસ્તિત્વ મહદ્અંશે યુકે, યુએસ અને કેનેડાની બહાર છે.આ એપ્લિકેશન ગુગલ પ્લેસ્ટોર પર ફ્રીમાં ઉપલબ્ધ હતી પંજાબના મુખ્ય પ્રધાન અમરીન્દરસિંહે આ એપ્લિકેશન સામેઅત્યંત નારાજગી વ્યક્ત કરી હતી.

તેમણેએવો આક્ષેપ કર્યો હતો કે આએપ્લિકેશનનો મકસદ શીખ સમુદાયના  સંસ્થાપક ગુરૂનાનક દેવની જયંતિના જશ્ન  વચ્ચે શીખ સમુદાય વચ્ચે વિભાજિતકરવાના આઇએસઆઇના એજન્ડાનેઆગળ ધપાવવાનો હતો.

આ અંગે ધ ક્વિન્ટ દ્વારા ગુગલને કેટલાક સવાલો  પૂછવામાં આવ્યાં હતાં જેમાં શું શીખ ફોરજસ્ટીસની એપ અંગે પંજાબ સરકાર તરફથી ગુગલને જાણ કરવામાં આવી છે અને ગૃહ મંત્રાલયે જ્યારે શીખ ફોરજસ્ટીસને સંગઠન જાહેર કરેલ છે ત્યારે તેની  સામે કોઇ કાર્યવાહી કરશે કે કેમ?

(12:58 pm IST)