મુખ્ય સમાચાર
News of Friday, 15th November 2019

ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં એક જ બેઠક પરથી અપક્ષ તરીકે સામસામે દંપતી મેદાનમાં

બંને પ્રચાર પણ સાથે જ કરે છે : એકબીજાને હરાવવા નહિ પરંતુ જનતાની સેવા માટે વોટ માંગે છે

ઝારખંડ વિધાન સભા ચૂંટણીમાં એક દંપતિ  ચર્ચામાં છવાયું છે. ભવનાથપુર વિધાનસભા વિસ્તારમાથી અપક્ષ તરીકે પતિ-પત્ની (મનીષ કુમાર-પ્રિયંકા સિંહ) બંને મેદાનમાં છે અને સામ-સામે લડી રહ્યાં છે. રસપ્રદ વાત એ છે કે, બંને ઉમેદવારી પત્ર ભરવા પણ એક જ ગાડીમાં ગયાં હતાં અને પ્રચાર પણ સાથે જ કરી રહ્યાં છે.

એકજ સીટ પરથી ચૂંટણી લડી રહેલાં પતિ-પત્નીનું કહેવું છે કે, કોઇ રાજકિય મતભેદ નથી, પરંત્ય આ લોકતાંત્રિક અધિકાર છે. ચૂંટણી પંચને આપવામાં આવેલ એફિડેવિટ અનુસાર, પ્રિયંકા અને મનિષ બંનેમાંથી કોઇ પર પણ કોઇ કેસ નથી.

બંનેની ભેગી સંપત્તિમાં આઠ લાખ રૂપિયા રોકડ અને લગભગ ચાર લાખનાં ઘરેણાં છે. આ સિવાય બંનેને પૈતૃક સંપત્તિ રૂપે મળેલ ખેતી અને ગેર ખેતી લાયક જમીન છે. પ્રિયંકાએ બીએડ કરેલું છે તો મનીષ ગ્રેજ્યુએટ છે. બંને આવક માટે ખેતી અને વ્યવસાય કરે છે.

મનીષ અને પ્રિયંકાનું કહેવું છે કે, અમે બંને એકબીજ વિરૂદ્ધ ચૂંટણી જરૂર લડી રહ્યાં છીએ, પરંતુ એકબીજાને હરાવવા માટે નહીં. અમે બંને સાથે જ પ્રચાર કરીએ છીએ અને જનતાની સેવા માટે વોટ માંગીએ છીએ.

(12:56 pm IST)