મુખ્ય સમાચાર
News of Friday, 15th November 2019

જમ્મુ- કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવા વિરૂધ્ધની અરજીઓ ઉપર ૧૦ ડિસેમ્બરે અંતિમ સુનાવણી

નવી દિલ્હીઃ જમ્મુ- કાશ્મીરમાં કેન્દ્ર સરકાર દ્વારા ૩૭૦મી કલમ રદ્દ કરવાના નિર્ણયને પડકારતી અરજીઓ ઉપર કોર્ટે ગુરૂવારે જણાવેલ કે તે આ અંગે ૧૦ ડીસેમ્બરે અંતિમ સુનાવણી કરશે. સાથે જ કોર્ટે કેન્દ્રને ૨૨ નવેમ્બર સુધીમાં આ મામલા અંગેના જવાબી સોંગદનામા રજુ કરવા પણ જણાવ્યું છે. પાંચ ન્યાયીધીશો જસ્ટીસ એનવી રમના, જસ્ટીસ એસકે કૌલ, જસ્ટીસ આર સુભાષ રેડ્ડી, જસ્ટીસ બીઆર ગવઈ અને જસ્ટીસ સૂર્યકાંતની ખંડપીઠ આ અરજીઓ ઉપર સુનાવણી કરી રહી છે. તમામ અરજીઓ જમ્મુ- કાશ્મીરમાં કલમ- ૩૭૦ને રદ્દ કરવા અને રાજયને પુનગર્ઠન કરવા વિરૂધ્ધમાં દાખલ કરવામાં આવી છે.

(11:29 am IST)