મુખ્ય સમાચાર
News of Friday, 15th November 2019

રાફેલ મામલે ભાજપ ચુકાદો વાંચ્યા વિના રાજી - રાજી થઈ રહ્યુ છે : સુપ્રિમે ફોજદારી તપાસનો માર્ગ મોકળો કર્યો : કોંગ્રેસ

રાફેલ સોદામાં સુપ્રીમ કોર્ટ દ્વારા મોદી સરકારને કલીનચીટ આપ્યાપછી કોંગ્રેસે ભાજપ ઉપર હુમલો કરતા કહ્યું છે કે ભાજપ ચુકાદાનો સંપૂર્ણ અભ્યાસ કર્યા વિના ઉજવણી કરી રહ્યું છે અને એમના મંત્રીઓફરીથી દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે હવે રાફેલની ગુનાહિતતપાસ માટે માર્ગ ખુલ્લો કર્યો છે. સુરજેવાલાએ કહ્યું કે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટકહ્યું છે કે બંધારણીય જોગવાઈઓથી અમારા હાથ બંધાયેલ હોઈ શકેપણ તપાસ એજન્સીઓના નહીં. સુરજેવાલાએ કહ્યું કે રાફેલ મામલાના કેટલાક પાસાઓ અનુચ્છેદ ૩રની પરિધિ બહાર છે. અનુચ્છેદ ૩ર સુપ્રીમ કોર્ટના હાથ બાંધે છે પણ સીબીઆઈના નહીં. કોર્ટે ચુકાદાનાપેરા ૭૩ અને ૮૬માં સ્પષ્ટ કહ્યું છે કે આ મામલે પુરાવાઓ ભેગા કરતા તપાસ એજન્સીઓનો કાર્ય છે કારણ કે એમના હાથ ખુલ્લા છે. કોર્ટે કહ્યું કે સીબીઆઈની તપાસ માટે સુપ્રીમ કોર્ટનો કોઈપણ ચુકાદો અવરોધોઉભા કરનાર નથી. કોંગ્રેસે રાફેલ બાબત ૯ પ્રશ્નો સરકારને પૂછયા હતા. જેમનું જવાબ આજ સુધી નથી અપાયો. એ પ્રશ્નો આજે પણઉભા જ છે. એમણે કહ્યું ભાજપ ઉજવણી કરવાના બદલે તપાસ કરાવે.સુપ્રીમ કોર્ટે આજે પોતાના ચુકાદા સામે દાખલ થયેલ સમીક્ષા અરજીઓ રદ કરી હતી. સુપ્રીમ કોર્ટે ૧૪મી ડિસેમ્બર ર૦૧૮માં આપેલ ચુકાદાબાબત ફેર વિચારણા કરવા ઈન્કાર કર્યો હતો.

(11:28 am IST)