મુખ્ય સમાચાર
News of Friday, 15th November 2019

અમેરિકાઃ લોસ એન્જેલસમાં શાળા પાસે અંધાધૂંધ ફાયરિંગ, ૭ લોકો ઘાયલ

નવી દિલ્હી, તા.૧પઃ  અમેરિકાના લોસ એન્જલસમાં એક શાળા પાસે ફાયરિંગની ઘટના ઘટી છે. આ ઘટનામાં ૭ લોકો ઘાયલ થયા છે. સાન્તા કલેરિટા શહેરના સૌગસ હાઈસ્કૂલમાં શૂટિંગની ઘટના ઘટતા લોકોમાં અફડા તફડી મચી છે. શાળાની કામગીરી શરૂ થવાની તૈયારી જ હતી અને આ ફાયરિંગ થયું.

પોલીસના જણાવ્યાં મુજબ આરોપીને હાલ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. આરોપીએ કાળા કપડાં પહેર્યા હતાં અને તેણે શાળા પાસે આડેધડ ફાયરિંગ કર્યું જેમાં ૭ લોકો ઘાયલ થયાના અહેવાલ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આરોપી વ્યકિત ૧૫ વર્ષની ઉંમરનો છોકરો છે. આરોપીની પણ હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

અમેરિકામાં હાલ આ રીતે જાહેરમાં આડેધડ ફાયરિંગની ઘટનાઓ વધી રહી છે જે ચિંતાજનક છે.

(10:24 am IST)