મુખ્ય સમાચાર
News of Friday, 15th November 2019

Vodafone Ideaને થઈ દેશના કોર્પોરેટ ઈતિહાસમાં સૌથી મોટી રૂ. ૫૦,૯૨૧ કરોડની ખોટ

આ પહેલા ટાટા મોટર્સે ડિસેમ્બર ૨૦૧૮ના કવાર્ટરમાં રૂ. ૨૬,૯૬૧ કરોડ રૂપિયાની ખોટ નોંધાવી હતી

નવી દિલ્હી, તા.૧પઃ ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયાને ચાલુ નાણાકીય વર્ષના બીજા કવાર્ટર એટલે કે જુલાઈ- સપ્ટેમ્બરમાં ૫૦, ૯૨૧ કરોડ રૂપિયાની જંગી ખોટ થઈ છે. કંપનીને આ ખોટ એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (AGR)ને લઈને આવેલા સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ થયો છે. કંપનીએ એક વર્ષ અગાઉ પણ આ જ ગાળામાં રૂ. ૪,૯૪૭ કરોડની ખોટ નોંધાવી હતી.

આ અત્યાર સુધીમાં કોઈપણ ભારતીય કંપનીને એક કવાર્ટરમાં થયેલી આ સૌથી મોટી ખોટ છે. આ પહેલા ટાટા મોટર્સે ડિસેમ્બર ૨૦૧૮ના કવાર્ટરમાં રૂ. ૨૬,૯૬૧ કરોડ રૂપિયાની ખોટ નોંધાવી હતી.

વોડાફોન આઈડિયાને ઓપરેશન્સથી થતી રેવન્યુ પણ ૨૨,૧૧૪ કરોડ રૂપિયાથી ઘટીને ૧૦,૮૪૪ રૂપિયા થઈ ગઈ. હવામાન અને મહત્વના બજારોમાં આવેલા પૂરને કારણે કંપનીને આ લોસ થયો છે.

કંપનીનો Ebitda (વ્યાજ, ટેકસ, અવમૂલ્યન અને દેવા ચૂકવણી પહેલાની આવક) આ કવાર્ટરમાં રૂ. ૩,૩૪૭.૧૦ કરોડ રૂપિયા રહી, જે ગત વર્ષે આ જ ગાળામાં ૪૬૧.૪૦ કરોડ રૂપિયા હતી. Ebitda માર્જિનમાં પણ સપ્ટેમ્બર કવાટરમાં ૩૦.૯ ટકાનો વધારો થયો છે, જે ગત વર્ષે ૬ ટકા હતો.

આ કવાર્ટરનું અંડરલાયિંગ ઓપરેશન એકસપેન્સીસ (લાઈસન્સ ફી અને સ્પેકટ્રમ યુસેઝ ચાર્જ અને રોમિંગ અને એકસેસ ચાર્જિસ સિવાય) ઈન્ફલેશન ડ્રાઈવન કોસ્ટમાં થયેલા વધારા અને ઈન્ક્રિમેન્ટલ નેટવર્ક રોલઆઉટ માટે એડજસ્ટિંગ પછી નાણાકીય વર્ષ ૨૦૧૯ના પહેલા કવાર્ટરની સરખામણીએ ૧૫૮૦ કરોડ રૂપિયા જેટલો નીચું રહ્યું.

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ વોડાફોન આઈડિયાએ લગભગ ૪૪,૧૫૦ કરોડ રૂપિયા સરકારને ચૂકવવાના થાય છે. ૨૦૧૯-૨૦ના બીજા કવાર્ટરમાં આ બાકી રકમ ચૂકવવા માટે કંપનીએ ૨૫,૬૮૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે, જેનાથી કંપનીને ખોટ થઈ છે.

વોડાફોન આઈડિયાએ કહ્યું કે, કંપનીનું ચાલવાનું એ વાત પર નિર્ભર કરશે કે સરકાર તરફથી રાહત મળે છે કે નહીં અને કાયદાકીય મામલાનું કઈ સકારાત્મક સમાધાન થાય છે કે નહીં.

વોડાફોન આઈડિયા લિમિટેડના એમડી અને સીઈઓ રવિન્દર ટક્કરે કહ્યું કે, ' સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદાના પગલે અમે નાણાકીય રાહત મેળવવા માટે સરકાર સાથે ચર્ચા કરી રહ્યા છીએ. સાથે જ અમે અમારા કી માર્કેટ્સમા રેપિડ નેટવર્ક ઈન્ટિગ્રેશન અને ૪જી કવરેજ અને કેપેસિટી એકસપેન્શન પર વધારે ફોકસ કરી રહ્યા છીએ.'

ગુરુવારે વોડાફોન આઈડિયાનો શેર ૨૨ ટકા સુધી તૂટી ગયો હતો. તે પછી તે ૧૮.૯૨ ટકા એટલે કે ૦.૩૦ ટકાના દ્યટાડા બાદ ૩ રૂપિયાના સ્તર પર બંધ થયો. શરૂઆતના વેપારમાં તે ૩.૩૫ના સ્તર પર ખુલ્યો હતો. બુધવારે તે ૩.૭૦ના સ્તર પર બંધ થયો હતો. વોડાફોન આઈડિયાના શેરમાં મોટો દ્યટાડો એ કારણે આવ્યો કે આદિત્ય બિરલા જૂથે કહ્યું છે કે, જો સરકાર એજીઆરને લઈને ૩૯,૦૦૦ કરોડ રૂપિયાથી વધુની બાકી રકમ પર મોટી રાહત નહીં આપે, તો તે કંપનીમાં વધુ રોકાણ નહીં કરે. એવામાં વોડાફોન આઈડિયા પાયમાલ થઈ જ.

(10:23 am IST)