મુખ્ય સમાચાર
News of Thursday, 15th November 2018

નોટબંધીની આંધી બાદ વેડિંગ ઇન્ડસ્ટ્રીઝમાં ફરી વખત તેજી

હવે સ્થિતિ સામાન્ય બની રહી છે : વર્ષ -ર૦૧૬માં મોટા ભાગના લગ્નમાં ખર્ચને પ૦ થી ૮૦ ટકા સુધી ઘટાડી દેવાની ફરજ પડી હતી

નવી દિલ્હી,તા. ૧૫: નોટબંધીને બે વર્ષનો ગાળો આઠમી નવેમ્બરના દિવસે હાલમાં પૂર્ણ થયો હતો. છેલ્લા એક વર્ષમાં નોટબંધીની માઠી અસર રહ્યા બાદ હવે સ્થિતી સામાન્ય બની ચુકી છે. હવે વેડિંગ ઇન્સ્ટ્રીઝમાં ફરી તેજી પરત ફરી રહી છે. નોટબંધી બાદ હવે સ્થિતી સામાન્ય બની રહી છે. નોટબંધીના કારણે ગયા વર્ષે મોટા ભાગની લગ્નની તારીખોને આગળ વધારી દેવામાં આવી હતી. લગ્ન બજેટમાં ૫૦ ટકાથી ૮૦ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો હતો. લોકો લગ્ન કાર્યક્રમમાં ખુબ સાવધાનીપૂર્વક ખર્ચ કરી રહ્યા હતા. નોટબંધીના કારણે કેટલાક કારોબાર મૃત સ્થિતીમાં પહોંચી ગયા હતા. ભવ્ય લગ્ન કાર્યક્રમના માત્ર નામ રહી ગયા હતા.નોટબંધીને આઠમી નવેમ્બરના દિવસે બે વર્ષનો સમય ગાળો થઇ ગયો છે. વેડિંગ પોર્ટલ બેન્ડબાજાના સહ સ્થાપક અને સીઇઓ સિંઘલે કહ્યુ છે કે વેડિંગ ઇન્સ્ટ્રીઝ હવે સંપૂર્ણપણે ફરી પાટા પર છે. ડેસ્ટીનેશન વેડિંગ્સની માંગમાં ઉલ્લેખનીય વધારો થયો છે. મોટા ભાગના પેમેન્ટ હવે ઓનલાઇન થઇ ગયા છે. લોકોએ લગ્નના બજેટ ફરી એકવાર વધારી દીધા છે. બજારમાં સ્થિતી ખુબ સારી છે. તેમણે કહ્યુ છે કે ઇન્સ્ટ્રીઝના આકર્ષણ ફરી જોવા મળી રહ્યા છે. બેન્ડ , વાજા અને બારાત ફરી પહેલા જેવી છે. નોટબંધી બાદ રોકડ ફરી માર્કેટમાં છે. વેન્ડર્સને ઓનલાઇન પેમેન્ટ થઇ રહ્યા છે. વર્તમાન સિઝનથી ૪૦ અબજ ડોલરની કિંમતે પહોંચી ગયેલા વેડિંગ ઇન્ડસ્ટ્રીઝમાં ફરી એકવાર નવા પ્રાણ ફુંકાઇ ગયા છે. વેડિંગ પ્લાનર્સથી લઇને વેન્યુ ઓનર્સ અને જ્વેલરી  ડિજાઇનર્સ ફરી આશાવાદી બનેલા છે. બ્રાઇડલ વેએર બુટિંકમાં પણ ફરી તેજી આવી રહી છે. ભારતભરમાં લગ્ન સંબંધિત માર્કેટનું કદ રોકેટ ગતિએ વધી રહ્યું છે. ફિક્કીના અંદાજ મુજબ લગ્ન સંબંધિત માર્કેટનું કદ ભારતમાં ૧૧૦૦૦૦ કરોડ સુધી પહોંચી ગયું છે જ્યારે  એક ટીવી  એક ટીવી ચેનલના અહેવાલ ઉપર વિશ્વાસ કરવામાં આવે તો ભારતમાં લગ્ન સંબંધિત ઈન્ડસ્ટ્રીનું કદ ૧૬૮૦૦૦ કરોડના આંકડા સુધી પહોંચ્યું છે. આધુનિક મોબાઈલ ક્લાસ દ્વારા હવે જુદા જુદા પ્રકારના લગ્નને વધુ મહત્વ આપવામાં આવે છે. જેમાં પરંપરાગત લગ્ન, ડેસ્ટીનેશન લગ્ન, સાદા લગ્ન અને થીમ આધારીત લગ્નનો સમાવેશ થાય છે. એક અગ્રણી ન્યૂઝ એજન્સી દ્વારા કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે પરંપરાગત લગ્ન હજુ પણ સૌથી વધારે પસંદ કરવામાં આવે છે પરંતુ લોકો દ્વારા ડેસ્ટીનેશન લગ્નને વધુ મહત્વ યુવા પેઢી આપી રહી છે.

વેડીંગ ટયુરીઝમ.....

નવી દિલ્હી,તા. ૧૫: દેશમાં વેડીંગ માર્કેટનું કદ સતત વધી રહ્યું છે. આમાં પણ ડેસ્ટીનેશન વેડીંગની બોલબાલા સતત વધી રહી છે. એક ટીવી ચેનલના અહેવાલ ઉપર વિશ્વાસ કરવામાં આવે તો ભારતમાં લગ્ન સંબંધિત ઈન્ડસ્ટ્રીનું કદ ૧૬૮૦૦૦ કરોડના આંકડા સુધી પહોંચ્યું છે. આધુનિક મોબાઈલ ક્લાસ દ્વારા હવે જુદા જુદા પ્રકારના લગ્નને વધુ મહત્વ આપવામાં આવે છે. જેમાં પરંપરાગત લગ્ન, ડેસ્ટીનેશન લગ્ન, સાદા લગ્ન અને થીમ આધારીત લગ્નનો સમાવેશ થાય છે. પરંપરાગત લગ્ન હજુ પણ સૌથી વધારે પસંદ કરવામાં આવે છે પરંતુ લોકો દ્વારા ડેસ્ટીનેશન લગ્નને વધુ મહત્વ યુવા પેઢી આપી રહી છે.ટર્નઓવરનો આગામી વર્ષોમાં આંકડો નીચે મુજબ છે.

વર્ષ                        ડેસ્ટીનેશન લગ્ન આંક (કરોડમાં)

૨૦૧૭......................................... ૨૩૪૩૮

૨૦૧૮......................................... ૨૯૨૯૭

૨૦૧૯......................................... ૩૬૬૨૧

૨૦૨૦......................................... ૪૫૭૭૬

(4:08 pm IST)