મુખ્ય સમાચાર
News of Friday, 15th October 2021

કાશ્મીરમાં ઘેરી લેવામાં આવેલ આતંકીઓને ફૂંકી મારવા લશ્કરી હેલીકોપ્ટર અને કમાન્ડો ઉતાર્યાઃ અત્યાર સુધીમાં ૭ જવાનો શહીદઃ સામસામો બેફામ ગોળીબાર ચાલુઃ આતંકવાદીઓને ગાઢ જંગલમાં ઘેરી લેવાયા

જમ્મુ : પાંચ દિવસથી જે આતંકવાદીઓ સાથે પૂંછ જીલ્લામાં ઓપરેશન ચાલી રહ્યા છે. તેમાં હવે આ આતંકીઓને ફૂંકી મારવા માટે પૈરા કમાન્ડો અને ફાઈટર હેલીકોપ્ટરની મદદ લેવામાં આવી રહી છે.  ગાઢ જંગલમાં છુપાયેલા આતંકીઓ હોવાને કારણે સૈનિકો તેમના સુધી પહોચી શકયા નથી. અધિકારીઓએ એવાતની પુષ્ટિ કરી હતી કે આતંકીઓ ઉપર મોર્ટાર રોકેટનો મારો ચલાવવામાં આવી રહ્યા છે. પાંચ દિવસથી ચાલુ આ જંગમાં લશ્કરે પોતાના ૭ જવાનો ગુમાવ્યા છે. ગઈકાલે રાત્રે પણ બે જવાનો શહીદ થયા છે. જંગલોમાં છુપાયેલા આતંકીઓની તલાશ માટે લશ્કરે તેના વિશેષ કમાન્ડો અને પેરાકમાન્ડો તૈનાત કરેલ છે. ભિંબર ગલી અને સાંયોટ ગામોમાં આતંકીઓએ દેખા દીધી હોવાની માહિતી મળતા સર્ચ ઓપરેશન ચાલુ છે. રાજારી અને પૂંછ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. છેલ્લા અહેવાલો મુજબ બંને તરફથી ગોળીઓનો વરસાદ વરસી રહ્યા છે. રાજારી, પુંછ રેન્જના ડીઆઈજી વિવેક ગુપ્તાએ કહ્યા હતુ કે આતંકવાદીઓને ઘેરી લઈને એક જ વિસ્તાર પુરતા સિમીત કરી દેવામાં આવ્યા છે. અહિં બે - ત્રણ મહિનાથી તેઓ છુપાયેલા હતા. આતંકીઓ ગાઢ જંગલમાં છુપાયેલા છે.

(5:19 pm IST)