મુખ્ય સમાચાર
News of Tuesday, 15th October 2019

PMC બેંક કૌભાંડના પીડિત ખાતાધારકનું મોતઃ બેંકમાં ૯૦ લાખ ફસાયા હતા

મરણમૂડી બેંકના કૌભાંડમાં ફસાતા આઘાત સહન ન કરી શકતા હાર્ટએટેક આવ્યો

મુંબઈ, તા.૧પઃ પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ (PMC) બેંક કૌંભાંડના પીડિત ખાતાધારકોમાંથી એક સંજય ગુલાટીનું હાર્ટ એટેક આવવાથી મોત નિપજયું છે. સંજયના પરિવારના ૯૦ લાખ રૂપિયા PMC બેંકમાં ફસાયેલા છે. સંજય જેટ એરવેઝમાં નોકરી કરતો હતો એન તે પણ તેની પાસેથી છીનવાઈ ગઈ હતી અને હવે તેના જીવનની મરણ મૂડી પણ બેંક કૌભાંડમાં ફસાઈ ગઈ છે. તેના પર જાણે આભ તૂટી પડ્યું હોય તેમ તે આ દુૅંખને સહન ન કરી શકયો.

સોમવારે તે કિલ્લા કોર્ટની સામે થયેલા વિરોધ પ્રદર્શનમાં પણ સામેલ હતો પરંતુ બપોરે જયારે તે ઘરે ગયો ત્યારે અચાનકથી તેને હાર્ટ એટેક આવી ગયો. રેલીમાં તેણે હાથ જોડીને રડતી આંખોએ પોતાના પૈસા પરત આપવા માટે આજીજી કરી હતી. સંજય ઓશિવારાના તારાપુર ગાર્ડનનો રહેવાસી હતો. સંજય ગુલાટીના પારિવારના ૯૦ લાખ રૂપિયા ભ્પ્ઘ્નીઓશિવારા બ્રાન્ચમાં ફસાઈ ગયા છે. તેના પરિવારમાં તેમની પત્ની અને બે બાળકો છે.

બીજી તરફ ભારતીય રિઝર્વ બેન્કે કૌભાંડમાં સપડાયેલી પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ (PMC) બેંકે સેવિંગ્સ ખાતાધારકો માટે છ મહિનામાં ઉપાડની મર્યાદા ૨૫,૦૦૦ રૂપિયાથી વધારીને ૪૦,૦૦૦ રૂપિયા સુધીની કરી દીધી છે. આવું ત્રીજી વખત થયું છે કે જયારે ગ્રાહકો માટે પ્રતિ ખાતા દિઠ ઉપાડની મર્યાદા વધારી દેવામાં આવી હોય.

સેન્ટ્રલ બેંકે ૨૩ સપ્ટેમ્બરે પીએમસી બેંક પર અનેક પ્રકારની રોક લગાવવામાં આવી હતી. તે જ સમયે પ્રતિ ગ્રાહક છ મહિનામાં ફકત ૧,૦૦૦ રૂપિયાની જ ઉપાડની મર્યાદા નક્કી કરવામાં આવી હતી. મધ્યસ્થ બેન્કના આ નિર્ણયની દ્યણી ટીકા પણ થઈ હતી. સેન્ટ્રલ બેંકે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે બેંકની નાણાકીય સ્થિતિની સમીક્ષા બાદ આ મર્યાદાને વધારીને ૪૦,૦૦૦ રૂપિયાની કરી દેવામાં આવી છે.

(4:06 pm IST)