મુખ્ય સમાચાર
News of Tuesday, 15th October 2019

બેંક થાપણને મળશે ૧૦ લાખ સુધીનું સુરક્ષા કવચ

બેંકમાં જમા થાપણ પર હાલ ગેરન્ટીની સીમા ૧ લાખ છે તે વધારી ૧૦ લાખ કરવા તૈયારી : સરકાર શિયાળુ સત્રમાં સંશોધિત બિલ લાવશેઃ થાપણ દારોના હિતોનું રક્ષણ કરવા સરકાર મક્કમ

નવી દિલ્હી તા.૧૫: સરકાર જમા ગેરેંટી લીમીટને એક લાખથી વધારીને ૧૦ લાખ રૂપિયા સુધી કરી શકે છે. આ અંગે સરકાર સંસદના શિયાળુ સત્રમાં સંશોધિત ફાઇનાન્સીયલ રીઝોલ્યુશન ડીપોઝીટરી ઇન્સ્યોરન્સ (એફઆરડીઇ) બીલ લાવી શકે છે. આ માહિતી સુત્રોએ આપી હતી.

નાણા પ્રધાન નિર્મલા સીતારમણે ગઇ કાલે કહ્યું કે સરકાર જમા રાશી રપ ગેરેંટીની લીમીટ એક લાખથી વધારવા અંગે વિચાર કરશે. જો કે તેમણે એ નહોતું જણાવ્યું કે બેંક બંધ  થઇ જાય તો ગ્રાહકોને સરકાર કરેલી રકમ આપશે. મળતી માહિતી અનુસાર એફઆરડીઆઇ અંગે નાણા મંત્રાલય મોટો ફેરફાર કરી રહ્યું છે. સાથે જ ટુંક સમયમાં બધા લાગતા વળગતાના સલાહ સૂચનો માટે આ બિલનો મુસદ્દો બહાર પાડવામાં આવશે.

નાણા પ્રધાને જાહેર ક્ષેત્રની બેંકોના પ્રમુખ સાથે મીટીંગ પછી કહ્યું કે બેંકો પાસે જરૂરી રોકડ ઉપલબ્ધ છે અને બધું બરાબર ચાલી રહ્યું છે. નાણા પ્રધાને કહ્યું કે મોટી કંપનીઓના રિટર્ન ફાઇલીંગ અનુસાર તેમના પર એમએસએમઇ સેકટરના ૪૦ હજાર કરોડ રૂપિયા બાકી છે. દિવાળી પહેલા એમએસએમઇને બાકી ચુકવણા મુકવવાનો પ્રયત્ન કરાઇ રહ્યો છે.

હાલમાં ડીપોઝીટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડીટ ગેરંટી હેઠળ બેંક ખાતામાં ગ્રાહકની જમા રકમમાંથી મહતમ એક લાખ રૂપિયાનો જ વીમો કરે છે. તેમાં મુળ રકમ અને વ્યાજ બન્ન સામેલ છે. કોઇ પણ કારણથી બેંક બંધ થઇ જાય તો જમા કર્તાને વીમા કંપની આટલી રકમ ચુકવે છે.

(11:04 am IST)