મુખ્ય સમાચાર
News of Monday, 15th October 2018

મહિન્દ્રા કંપની નવીનકોર કાર મહિનાના રૂૂ.૧૩૪૯૯થી ૩૨૯૯૯ના ભાવે ભાડેથી આપશે

દેશમાં SUV કાર સેમગમેન્ટમાં બેસ્ટ ગણાતી કાર નિર્માતા કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ એક નવી સ્કીમ લોન્ચ કરી છે. જે હેઠળ જો તમે નવી ગાડી ખરીદવા ન માગતા હોવ તો કંઈ નહીં કંપની પાસેથી કાર ભાડે લઈ શકો છો અને તે પણ એકદમ નવી નક્કોર, તમારી જ કાર હોય તેમ પોતાની પાસે રાખી શકો છો.

મહિન્દ્રા આપશે તમને નવી નક્કોર કાર ભાડે

આ નવી સ્કિમ અંતર્ગત મહિન્દ્રાની મિડ સાઇઝ એસયુવી સ્કોર્પિયો, મરાજો, XUV500, KUV100 અને TUV300 જેવી ગાડીઓ 5 વર્ષ માટે ભાડા પર લઇ શકાય છે. આ વાહોનની એક્સ શોરૂમ કિંમત 10થી 15 લાખ રૂપિયા છે. જોકે કંપની આ કાર્સને 13,499થી 32,999 રૂપિયાના મંથલી ભાડા પર આપી રહી છે. સ્કિમમાં કંપની તરફથી જુદા જુદા શહેરોમાં જૂદું જૂદું મથંલી ભાડું નક્કી કરવામાં આવ્યું છે.

અમદાવાદમાં પણ છે આ ઓફર

કંપનીની આ સ્કીમ હાલ માત્ર દિલ્હી, મુંબઇ, હૈદરાબાદ, બેગાલુરુ, અમદાવાદ અને પૂણેમાં જ લાગુ કરવામાં આવશે. પરંતુ મહિન્દ્રા આગામી સમયમાં આ સ્કીમને દેશના અન્ય 19 શહેરોમાં પણ લાગુ કરવાની યોજના ધરાવે છે. આ માટે કંપનીએ Global leasing Service Firms Orix અને ALD Automotive સાજે કરાર કર્યો છે. કંપનીનું માનવું છે કે તેના આ પ્રયાસથી માર્કેટમાં નવા ગ્રાહકો આવશે.

આવી હશે આ સ્કિમ, નો ટેન્શન જસ્ટ ડ્રાઇવ

મહિન્દ્રા કંપનીની આ ગાડીને લીઝ પર આપવાની સાથે તેના ઈન્સ્યોરન્સ અને મેઇન્ટેનન્સની જવાબદારી પણ નીભાવશે. કંપની જ કારનો ઇન્સ્યોરન્સ કરાવી આપશે અને સમય સમય પર સર્વિસ પણ કરી આપશે. ઉપરાંત દુર્ઘટનાની સ્થિતિમાં કંપની 24 કલાકની અંદર વાહન રિપ્લેસ કરી અન્ય વાહન પૂરું પાડશે. મહિન્દ્રાએ કહ્યું કે, ‘આ સ્કીમ અમે દેશમાં એક નવું ઉદાહરણ પૂરુ પાડવા માગીએ છીએ. આ પ્રકારની સ્કીમથી દેશમાં નાના વેપારીને ફાયદો થશે.

(6:34 pm IST)