મુખ્ય સમાચાર
News of Monday, 15th October 2018

મધ્યપ્રદેશના શાજાપુર જિલ્લાના કાલિસિંઘ નદીના કિનારે ગડિયાઘાટીવાળા માતાજીના મંદિરે પાણીથી દિવો પ્રજ્જવલિત

ભોપાલઃ આસ્થા અને ભક્તિ પાસે વિજ્ઞાનના તર્ક ઘણી વખત કામ નથી કરતા. ભક્તિ એક વિશ્વાસ છે ભક્તનો પોતાની શ્રદ્ધા પ્રત્યેનો. કોઈ માને કે ન માને પણ દેશમાં અનેક ચમત્કારો થયેલા છે. દેશના કેટલાય મંદિરોમાં તથા ઘાર્મિક સ્થળમાં ચમત્કાર થયેલા છે. જે ઈશ્વરના અસ્તિત્વનું પ્રમાણ માનવામાં આવે છે. આ પણ એવા ચમત્કાર કે જેની સામે વિજ્ઞાનના તર્ક લાંબા સમય સુધી ટકી શકતા નથી. આવા ચમત્કારો પૈકીનો એક ચમત્કાર ગડિયાઘાટી વાળા માતાજીના મંદિરનો છે. મધ્ય પ્રદેશના શાજાપુર જિલ્લામાં કાલિસિંઘ નદીના કિનારે આ મંદિર આવેલું છે.

અહીં દીવો કરવા માટે કોઇ તેલ કે ઘીની જરૂર નથી

આ મંદિરમાં એક એવી દેવી શક્તિનો વાસ છે જેને પગલે અહીં પાણીથી દીવો પ્રગટે છે. એટલે કે દીવો કરવા માટે કોઈ ઘી કે તેલની જરૂર નથી. પાણીથી દીવો પ્રગટી જશે. છેલ્લા પાંચ વર્ષથી આ મંદિરમાં આવો ચમત્કાર થઈ રહ્યો છે.

દીવામાં નાંખવામાં આવે ખાસ પાણી

આ મંદિરમાં એક દીવો છે જે છેલ્લા કેટલાક વર્ષોથી પ્રજ્વલિત છે. આ દીવામાં તેલ કે ઘી નહી પણ પાણી નાંખવામાં આવે છે. આ દીવામાં કાલીસિંઘ નદીનું પાણી નાંખવામાં આવે છે.

કેવી રીતે રહે છે પ્રજ્વલિત?

દીવામાં પાણી નાંખવાથી પાણીના ચીકણા પદાર્થ તેલના રૂપમાં પરિવર્તિત થાય છે અને દીવો પ્રજ્વલિત રહે છે. ચમત્કારના આ દર્શન માટે દૂર દૂરના વિસ્તારમાંથી લોકો અહીં દર્શન કરવા માટે આવે છે. પાણીથી દીવો પ્રજ્વલિત જોઈને દરેક શ્રદ્ઘાળુઓની માતાજી પ્રત્યે શ્રદ્ધા વધી જાય છે.

શું કહે છે પૂજારી?

આ મંદિરના પૂજારી કહે છે કે, અગાઉ અહીં તેલથી દીવો થતો હતો. પણ એક દિવસ મા એ ખુદ પૂજારીના સ્વપ્નમાં આવીને પાણીથી દીવો કરવાનું કહ્યું હતું. ત્યારથી કાલીસિંઘ નદીના પાણીથી દીવો પ્રગટી રહ્યો છે.

(6:30 pm IST)