News of Monday, 15th October 2018
જર્મનીના હેજેમાં ભીડવાળા વિસ્તારમાં ક્રેશ થયુ એરક્રાફ્ટ:ત્રણ લોકોના મોત
પશ્ચિમ જર્મનીના હેજે શહેરમાં રવિવારે બપોરે 3.30 કલાકે એક એરક્રાફ્ટ સેસના ભીડવાળા વિસ્તારમાં ક્રેશ થઈ ગયુ હતુ. આ દુર્ઘટનામાં એક બાળક સહિત 3 લોકોના મોત નિપજ્યા છે. તેમજ અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયાના અહેવાલ સામે આવ્યા છે.
સ્થાનિક મીડિયા અનુસાર વૈસરકુપેમાં લેન્ડિંગ કરતી વખતે પાયલેટે એરક્રાફ્ટ પરથી નિયંત્રણ ગુમાવી દેતા દુર્ઘટના સર્જાઈ હતી.
(12:25 pm IST)