મુખ્ય સમાચાર
News of Wednesday, 15th September 2021

IPC ની કલમ 153A હેઠળ હિન્દુ રાષ્ટ્રની માંગણી કરવી એ ગુનો નથી : જંતર -મંતર ખાતે સૂત્રોચ્ચાર કેસમાં પ્રીત સિંહની દિલ્હી હાઇકોર્ટમાં દલીલ : નામદાર કોર્ટે જામીન અરજીનો ચુકાદો અનામત રાખ્યો


ન્યુદિલ્હી : દિલ્હી હાઇકોર્ટે આજરોજ બુધવારે જંતર-મંતર પર કથિત ઉશ્કેરણીજનક અને મુસ્લિમ વિરોધી સૂત્રોચ્ચારના કેસમાં આરોપી પ્રીત સિંહની નિયમિત જામીન અરજી પર આદેશ અનામત રાખ્યો છે. જસ્ટિસ મુક્તા ગુપ્તાએ આરોપી સિંઘની સુનાવણી કર્યા બાદ ચુકાદો અનામત  રાખ્યો હતો.

સિંહ સેવ ઈન્ડિયા ફાઉન્ડેશનના પ્રમુખ છે અને તેમના પર ઈવેન્ટના સહ-આયોજક હોવાનો આરોપ છે જ્યાં ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. સિંગલ કોર્ટે 27 ઓગસ્ટના રોજ સિંહના જામીન નામંજૂર કર્યા હતા. કોર્ટે અવલોકન કર્યું હતું કે આરોપી સ્પષ્ટપણે અન્ય સહયોગીઓ સાથે સક્રિય રીતે ઉશ્કેરણીજનક ભાષણોમાં ભાગ લેતો જોવા મળ્યો હતો.

સિંઘે કહ્યું હતું કે એક રાષ્ટ્ર એક કર, એક નાગરિક કોડ, એક આરોગ્ય કોડ વગેરે સૂત્રોચ્ચાર કરાયા હતા.કથિત સૂત્રોચ્ચાર થયો ત્યારે અરજદાર કાર્યક્રમમાં હાજર ન હતા.

તેમણે કહ્યું, "હું સવારે ત્યાં હતો. સાંજે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. હું ત્યારે ત્યાં નહોતો. જ્યારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા ત્યારે હું ત્યાં હતો તે તેમનો કેસ નથી."તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:27 pm IST)