મુખ્ય સમાચાર
News of Wednesday, 15th September 2021

ભાજપના પૂર્વ સાંસદ કિરીટ સોમૈયાને મુંબઈ કોર્ટનું સમન્સ : NGO ' અર્થ ' દ્વારા બદનક્ષીની ફરિયાદ કરાતા 5 ઓક્ટોબર, 2021 ના રોજ કોર્ટમાં હાજર થવાનો આદેશ : સોમૈયાએ ખોટા અને અપમાનજનક નિવેદનો ધરાવતા લેખો પોસ્ટ કરી પ્રતિષ્ઠાને નુકશાન પહોચાડયાનો આરોપ


મુંબઈ : ભાજપના પૂર્વ સાંસદ કિરીટ સોમૈયાને મુંબઈ કોર્ટએ સમન્સ પાઠવ્યું છે. જેના અનુસંધાને નામદાર કોર્ટે 5 ઓક્ટોબર, 2021 ના રોજ કોર્ટમાં હાજર થવાનો આદેશ કર્યો છે.

NGO '  અર્થ ' દ્વારા સોમૈયાએ ખોટા અને અપમાનજનક નિવેદનો ધરાવતા લેખો પોસ્ટ કરી પ્રતિષ્ઠાને નુકશાન પહોચાડયાનો આરોપ લગાવી બદનક્ષીની ફરિયાદ કરી છે.

સીવરી ખાતેના મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે જોયું કે ફરિયાદ પ્રથમ દ્રષ્ટિએ બહાર આવી છે કે સોમૈયાએ લોકોનું ધ્યાન ખેંચવા અને એનજીઓની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના હેતુથી શબ્દો બોલ્યા હતા અને ટ્વીટ કર્યું હતું.

એનજીઓએ પોતાની ફરિયાદમાં દાવો કર્યો હતો કે સોમૈયાએ તેની સામે ખોટા અને અપમાનજનક નિવેદનો ધરાવતી લેખો પોસ્ટ કરીને ભારતીય દંડ સંહિતાની કલમ 500 હેઠળ શિક્ષાપાત્ર ગુનાઓ કર્યા છે. સોમૈયાના લેખોએ કથિત રીતે એનજીઓની નિષ્કલંક પ્રતિષ્ઠા અને સદ્ભાવનાને કલંકિત કરી છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:57 pm IST)