મુખ્ય સમાચાર
News of Wednesday, 15th September 2021

ડેંગ્યુ અને વાયરલ ફીવરની ઝપટમાં ઘણાં રાજયો

ઉત્તર પ્રદેશમાં છે સૌથી વધારે કેસ

નવી દિલ્હી : ભારતમાં સપ્ટેમ્બરની શરૂઆતથી ઉત્તર પ્રદેશ સહિત ઘણાં અન્ય રાજયો અત્યારે કોરોનાની સાથે સાથે ડેગ્યુ અને અન્ય ઘાતક તાવની ઝપટમાં છે. આના કારણે ડઝનબંધ મોત થઇ રહ્યા છે. અધિકારીઓ દ્વારા મચ્છરોનો નાશ કરવાનું અભિયાન ચલાવાઇ રહ્યું છે. મધ્ય પ્રદેશમાં પણ અત્યાર સુધીમાં ડેંગ્યુના ર૪૦૦ થી વધારે કેસ આવી ચૂકયા છે. તો બિહારની રાજધાની પટણામાં વાયરલ ફીવરની સાથે સાથે ડેગ્યુના કેસ પણ આવી રહ્યા છે.

યુપીના વૃજક્ષેત્રમાં ડેંગ્યુ અને વાયરલ તાવનો કહેર જોવા મળી રહ્યો છે. મંગળવારે ત્રણ જીલ્લાઓમાં ૧૭ લોકોના મોત થયા હતાં. ફકત ફીરોઝબાદ જીલ્લામાં જ ૧૦ મોત નોંધાયા છે. હાથરસમાં ૪ અને કાસગંજમાં ત્રણ મોત થયા હતાં. મૈનપુરી, હાથરસ અને મથુરામાં ડેંગ્યુના ૩૩ નવા દર્દીઓ મળી આવ્યા છે. મથુરામાં ડેંગ્યુના ૧૦ નવા દર્દીઓ સાથે કુલ દર્દીઓની સંખ્યા ર૯૮ થઇ ગઇ છે. કેન્દ્ર તરફથી ફિરોઝાબાદ અને મથુરાની પરિસ્થિતિ જાણવા એક ટીમ મોકલાઇ છે.

(3:31 pm IST)