મુખ્ય સમાચાર
News of Wednesday, 15th September 2021

અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની ભૂમિકા ચકાસશે અમેરિકા

પહેલા પણ અમેરિકા આવી વાતો કરી ચૂકયું છે

વોશીંગ્ટનઃ અમેરિકન વિદેશ પ્રધાન એન્ટની બ્લીકંનનું એ કહવું મહત્વપૂર્ણ તો છે કે અમેરિકા છેલ્લા બે દાયકામાં પાકિસ્તાને કેવી ભૂમિકા નિભાવી છે તેની ચકાસણી કરશે પણ એ પણ ધ્યાનમાં રાખવું જોઇએ કે અમેરિકન પ્રશાસન દ્વારા આવી વાતો પહેલા પણ કરાઇ છે અને બધા જાણે છે કે તેનુ કોઇ પરિણામ પણ નથી મળ્યું.

છેલ્લા બે દાયકામાં જે કોઇ લોકો અમેરિકન સત્તા પર રહ્યા તેઓ બધા બરાબર જાણતા જ હતા કે પાકિસ્તાન જાત જાતના આતંકવાદી સંગઠનોને ફકત પાળતુ પોષતુ જ નથી પણ અમેરિકાની આંખોમાં ધૂળ પણ નાખતું રહ્યું છે તે એક બાજુ આતંકવાદ સામે લડવાના નામે અમેરિકા પાસેથી આર્થિક મદદ લેતુ રહ્યું અને બીજી બાજુ તાલિબાન, જૈશ અને લશ્કર જેવા આતંકવાદથી સંગઠનોને શરણ પણ આપતું રહ્યું પાકના આ નાપાક આશયના કેટલાય ગુપ્ત રિપોર્ટ અમેરિકન પ્રશાસનને મળ્યા પણ તેણે પાકિસ્તાનના આ બેવડા વલણ સામે આંખ આડા કાન કર્યે રાખ્યા.

અમેરિકાએ પાકિસ્તાનની આતંકવાદને પ્રોત્સાહન આપનારી નીતિઓ સામે આંખ આડા કાન કર્યા તેના કારણેજ તેને અફઘાનિસ્તાનમાંથી પાછા ફરવુ પડયું અમેરિકન વિદેશ પ્રધાનનું આ કથન કોઇ મોટી આશા નથી જગાડતું કેમ કે આખી દુનિયા જાણે છે કે તાલિબાન પાકિસ્તાનની મદદથી જ અફધાનિસ્તાનમાં સફળ થયું છે.

(3:24 pm IST)