મુખ્ય સમાચાર
News of Wednesday, 15th September 2021

કોરોના દરમિયાન અર્થવ્યવસ્થા હચમચી તો શું સરકાર પણ દેશદ્રોહી?

પૂર્વ આરબીઆઇ ગવર્નરે પૂછ્યો સવાલ

નવી દિલ્હી તા. ૧૫ : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને પૂછ્યું કે શું કેન્દ્ર સરકારને કોવિડ રસીકરણના મોરચે શરૂઆતમાં કથિત નબળી કામગીરી માટે દેશદ્રોહી ગણવામાં આવશે? રાજને ઇન્ફોસિસ સહિતની આઇટી કંપનીઓના બચાવમાં આ વાત કરી છે, જે ટેકસ ફાઇલિંગ વેબસાઇટમાં ખામીને કારણે સરકારી અને ખાનગી કંપનીઓના રોષનો સામનો કરી રહી છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંલગ્ન મેગેઝિન દ્વારા ઇન્ફોસિસ પર હુમલો કરવામાં આવ્યો હતો, કારણ કે આઇટી કંપની તેની ટેકસ ફાઇલિંગ વેબસાઇટ પર કેટલીક ખામીઓને સુધારવામાં અસમર્થ હતી. જો કે, આરએસએસએ આ લેખને દૂર કરતા કહ્યું કે આ મેગેઝિન સંઘનું મુખપત્ર નથી અને તેમાં પ્રકાશિત થયેલા લેખમાં લેખકે વ્યકિતગત મંતવ્યો આપ્યા છે.

રાજને જીએસટીના અમલીકરણને ઉદાહરણ તરીકે ટાંકયું, 'તે મને સંપૂર્ણપણે અર્થહીન લાગતું હતું. શું તમે સરકાર પર શરૂઆતમાં રસીઓ પર સારું કામ ન કરવા બદલ રાષ્ટ્ર વિરોધી હોવાનો આરોપ લગાવશો? તમે કહો છો કે તે ભૂલ છે અને લોકો ભૂલો કરે છે.'

'મને નથી લાગતું કે જીએસટી રોલઆઉટ મહાન રહ્યું છે. તે વધુ સારી રીતે કરી શકાયું હોત. પરંતુ તે ભૂલોમાંથી શીખો અને તમારા પૂર્વગ્રહોને દૂર કરવા માટે તેને કલબ તરીકે ઉપયોગ કરશો નહીં. ઈન્ટરવ્યુ દરમિયાન રાજને અર્થતંત્રની સ્થિતિ, સુધારાઓ, ઉદ્યોગો સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી. તેમણે અર્થતંત્રમાં થતા ફેરફારો તરફ ધ્યાન દોર્યું, ખાસ કરીને નાની કંપનીઓ અને લિસ્ટેડ કંપનીઓ કરતાં ઔપચારિક કંપનીઓ વધુ નફો કરે છે.'

ડો. રાજને કહ્યું કે અમે અમારા નાના અને મધ્યમ ઉદ્યોગોને અન્ય દેશોમાં આપવામાં આવે તેટલા પ્રમાણમાં ટેકો આપ્યો નથી. 'તેમણે કહ્યું કે વધતી આવક રાજય સરકારો સાથે વહેંચવામાં આવી રહી નથી.'

(1:11 pm IST)