મુખ્ય સમાચાર
News of Wednesday, 15th September 2021

JEE મેઈન્સનું પરિણામ જાહેર:પરીક્ષામાં 44 ઉમેદવારોનું 100 ટકા પરિણામ :18 ઉમેદવારોને રેન્ક 1 માં સ્થાન મળ્યું

નવી દિલ્હી :  JEE Main 2021 નું પરિણામ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ jeemain.nta.nic.in પર જઈને JEE Main 2021 નું પરિણામ ચકાસી શકશે. JEE Main પરિણામની લિંક NTA ની વેબસાઈટ પર ટૂંક સમયમાં સક્રિય થશે. પરિણામ જોવા માટે ઉમેદવારોએ તેમની અરજી નંબર અને જન્મ તારીખ દાખલ કરવાની જરૂર છે.

   JEE Main 2021 સેશન 4 નું પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. મંગળવારે મોડી રાત્રે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. સૌથી મોટી વાત એ છે કે 18 બાળકોએ JEE મેઇનમાં 1 ક્રમ મેળવ્યો છે. વળી, 44 વિદ્યાર્થીઓએ આ સત્રમાં 100 ટકા મેળવ્યા છે. આ વર્ષે 7.32 લાખ વિદ્યાર્થીઓએ JEE ની પરીક્ષા આપી હતી. તમે JEE Main પરિણામ સત્તાવાર વેબસાઇટ પર જઈને ચકાસી શકો છો. ઉમેદવારો તેમના સત્ર 4 નું પરિણામ સત્તાવાર વેબસાઇટ jeemain.nta.nic.in, ntaresults.nic.in અને nta.ac.in પર તેમના રોલ નંબર અને નોંધણી નંબરની મદદથી ચકાસી શકે છે. BE/BTech માટે JEE Main પેપર 1 માં Maths, Physics અને Chemistry નો સમાવેશ થાય છે. જ્યારે પેપર 2 માં Maths, Aptitude અને Drawing નો સમાવેશ થાય છે. પ્રશ્નો મલ્ટીપલ ચોઇસ અને ન્યૂમરિકલ બેસ્ડ આધારિત હતા જેમાં ચાર-ચાર ગુણ હતા. મલ્ટીપલ ચોઇસ પ્રશ્નોમાં ખોટા જવાબો માટે એક ગુણનું નેગેટિવ માર્કિંગ પણ છે. આ વખતે 18 બાળકોએ JEE મેઇનમાં 1 ક્રમ મેળવ્યો છે. વળી, 44 વિદ્યાર્થીઓએ આ સત્રમાં 100 ટકા મેળવ્યા છે.

(1:00 pm IST)