મુખ્ય સમાચાર
News of Wednesday, 15th September 2021

સ્પૂતનિક લાઈટને ભારતમાં ત્રીજા ચરણના બ્રિજિંગ ટ્રાયલની મંજૂરી DCGIના સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ હાલમાં જ સ્પૂતનિક લાઈટના ટ્રાયલની ભલામણ કરી હતી

નવી દિલ્હી :  ભારતમાં જારી રસીકરણને લઈને સારા સમાચાર છે. રશિયાની રસી સ્પૂતનિક લાઈટને ભારતમાં ત્રીજા ચરણના બ્રિજિંગ ટ્રાયલની મંજૂરી મળી ગઈ છે. ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ ભારતીય વસ્તી પર રસીના પરિક્ષણને લીલી ઝંડી આપી દીધી છે. DCGIના સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ હાલમાં જ સ્પૂતનિક લાઈટના ટ્રાયલની ભલામણ કરી હતી. સ્પૂતનિક લાઈટ સિંગલ ડોઝ રસી છે.

  DCGIએ ભારતીયો પર સ્પૂતનિક લાઈટના ફેઝ -3 બ્રિજિંગ ટ્રાયલ માટે પરવાનગી આપી દીધી છે. આ પહેલા જુલાઈમાં સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી ઓફ ધ સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO)એ સ્પૂતનિક લાઈટને ઈમરજન્સી યુઝ ઓથોરાઈઝેશન આપવાથી ઈનકાર કરી દીધો હતો. CDSCOએ રશિયાન રસીના સ્થાનીય ટ્રાયલને જરુરી ગણાવ્યો હતો

કમેટીએ જોયું કે સ્પૂતનિક લાઈટ સ્પૂતનિક વીના કમ્પોનેન્ટ-1 ડેટા જેવા હતા. સાથે ભારતીય વસ્તી પર તેનો સુરક્ષિત અને ઈમ્યુનોજેનિસિટી ડેટા પહેલા જ ટ્રાયલમાં પ્રાપ્ત કરી ચૂક્યા હતા. ડોક્ટર રેડ્ડીજ લેબોરેટરીએ ગત વર્ષ રશિયન ડાયરેક્ટર ઈન્વેસ્ટમેન્ટ ફંડ (RDIF)ની સાથે ભારતમાં સ્પૂતનિક વીના ત્રીજા ચરણના ટ્રાયલ માટે કરાર કર્યા હતા. હાલમાં જ લેસેન્ટમાં પ્રકાશિત એક સ્ટડી જણાવે છે કે કોરોનાની વિરુદ્ધ સ્પૂતનિક લાઈટે 78.6-83.7 ટકાની અસરકારકતા દર્શાવી છે. આ 2 ડોઝ વાળી અનેક રસીના ઉમેદવારોની સરખામણીએ ઘણી અસરકારક છે. આ સ્ટડી આર્જેન્ટીનામાં ઓછામાં ઓછા 40 હાજર વૃદ્ધો પર કરવામાં આવી હતી. .

(12:33 pm IST)