મુખ્ય સમાચાર
News of Wednesday, 15th September 2021

આંધ્રપ્રદેશના બાપ-દીકરાનું અનોખું પરાક્રમ

લોખંડના ભંગારમાંથી પીએમ મોદીનું ૧૪ ફૂટ ઉંચુ બનાવી નાંખ્યુ સ્ટેચ્યુ

હૈદ્રાબાદ,તા.૧૫: વેસ્ટ વસ્તુમાંથી બેસ્ટ વસ્તુ બનાવવાના સમાચારો અવારનવાર આપણી સામે આવે છે. આ વખતે આંધ્રપ્રદેશના ગુંટૂર જિલ્લાના તેનાલી નગરના બે કલાકારોએ આ પરાક્રમ કર્યું છે.

આ બંને કલાકારોએ લોખંડના ભંગારમાંથી પીએમ મોદીની ૧૪ ફૂટ ઊંચી પ્રતિમા બનાવી છે. આ બંને કલાકારો પિતા અને પુત્ર છે. પિતાનું નામ કટુરી વેંકટેશ્વર રાવ અને પુત્રનું નામ રવિચંદ્ર છે. બંને તેનાલી નગરમાં 'સુર્ય શિલ્પશાળા' ચલાવે છે.

પિતા અને પુત્રની જોડી મૂર્તિ અને સ્કલ્પચર બનાવવા માટે પ્રખ્યાત છે. બંને બેકાર સામગ્રી, સ્ક્રેપ આયર્ન, ખાસ કરીને નટ અને બોલ્ટનો ઉપયોગ કરીને તેમના આર્ટવર્ક બનાવે છે. કટુરી વેંકટેશ્વર રાવે કહ્યું કે લોખંડના શિલ્પો બનાવવાના ક્ષેત્રમાં અમે આંતરરાષ્ટ્રીય માન્યતા છે. તેમણે કહ્યું કે છેલ્લા ૧૨ વર્ષમાં અમે ૧૦૦ ટન આયર્ન સ્ક્રેપનો ઉપયોગ કરીને કલાકૃતિઓ બનાવી છે. રાવે કહ્યું કે તેમણે સિંગાપોર, મલેશિયા અને હોંગકોંગ જેવા દેશોમાં પણ પ્રદર્શન કર્યું છ

વેંકટેશ્વર રાવે જણાવ્યું હતું કે, તાજેતરમાં તેમણે ૭૫૦૦૦ નટનો ઉપયોગ કરતા ૧૦ ફૂટ ઊંચું મહાત્મા ગાંધીનું સ્કલ્પચર બનાવ્યું હતું. આ પોતે જ એક રેકોર્ડ છે. આ જોયા બાદ બેંગલૂરુની એક સંસ્થાએ અમારી પાસે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનું સ્ટેચ્યૂ બનાવવાની વાત કહી હતી. રાવના જણાવ્યા પ્રમાણે, પીએમ મોદીનું સ્ટેચ્યૂ બનાવવા માટે ૨ મહિનાનો સમય લાગ્યો છે. આ બનાવવા માટે વેસ્ટ મટિરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

(10:03 am IST)