મુખ્ય સમાચાર
News of Tuesday, 15th September 2020

વિનામૂલ્યે ઓનલાઇન સંસ્કૃત ભાષા શીખવાની તક : યુ.એસ.સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ,ન્યૂજર્સીના ઉપક્રમે કરાયેલું આયોજન : દર શુક્રવારે રાત્રે 9 કલાકે યોજાનારા સંસ્કૃત ક્લાસમાં જોડાવા માટે સંપર્ક કરો

દિપ્તીબેન જાની દ્વારા ,ન્યુજર્સી : યુ.એસ.માં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ન્યૂજર્સીના ઉપક્રમે વિનામૂલ્યે સંસ્કૃત ભાષા શીખવા માટેના વર્ગો શરૂ કરાયા છે.દર શુક્રવારે રાત્રે 9 કલાકે ( EST ) યોજાનારા આ ક્લાસમાં જોડાવા માટે  https://www.sgvp.ca/activities/online-sanskrit-class દ્વારા ફોર્મ ભરી રજીસ્ટ્રેશન કરાવી શકાય છે.તથા learn-sanskrit+subscribe@sgvp.ca  ઈમેલ કરી ગ્રુપમાં જોડાઈ શકાય છે.જેથી ક્લાસમાં કઈ રીતે જોડાવું તે અંગે માર્ગદર્શન અપાશે.તેવું શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ યુ.એસ.એ. (  શ્રી ધર્મજીવન મિશન ટ્રસ્ટ ) 2006 ફોર્ટ આરગીલ રોડ ,બ્લુમિંગડેલ ,GA ની યાદીમાં જણાવાયું છે.

(11:42 am IST)