મુખ્ય સમાચાર
News of Sunday, 15th September 2019

આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ પર્વે મમતા બેનરજી કહ્યું : દેશમાં હાલ છે સુપર ઇમરજન્‍સી: ખરેખર આપણે લોકોના અધિકારોની રક્ષા કરવી જોઇએ

કોલકાતા: પશ્ચિમ બંગાળ (West Bengal)ના મુખ્યમંત્રી મમતા બેનરજી(Mamata Banerjee)એ આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ (International Day of Democracy)ના અવસરે મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે હાલ દેશમાં સુપર ઈમરજન્સી (Super Emergency) લાગુ છે. મમતાએ કહ્યું કે બંધારણ દ્વારા મળેલા અધિકારો અને સ્વતંત્રતાની આપણે રક્ષા કરવી જોઈએ. '

આખરે શું કામ રાહુલ ગાંધી કોંગ્રેસની બેઠકોને અવગણી રહ્યાં છે? પાર્ટીએ કરવી પડી સ્પષ્ટતા

મમતા બેનરજીએ ટ્વીટ કરીને કહ્યું  કે આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસના અવસરે આપણે ફરી એકવાર બંધારણીય મૂલ્યોની રક્ષાનો સંકલ્પ લઈએ. સુપર ઈમરજન્સીના આ દોરમાં આપણે બંધારણે આપણને આપેલા છે તે અધિકારો અને સ્વતંત્રતાની રક્ષા કરવી પડશે.

નોંધનીય છે કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી મોદી સરકારના પ્રખર ટીકાકાર બનેલા છે. હાલમાં જ તેઓએ (28 ઓગસ્ટ) કેન્દ્ર પર એજન્સીઓનો ઉપયોગ  કરીને તેમની સરકારનું ગળું ઘોંટવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે ભલે તેમણે જેલમાં જવું પડે પરંતુ તેઓ ભાજપ આગળ ઝૂકશે નહીં.

(2:13 pm IST)