મુખ્ય સમાચાર
News of Sunday, 15th September 2019

પાકિસ્તાનને આતંકવાદ પર લગામ લગાવવી જોઇએ નહી તો કોઇ પણ તેના ટુકડા થતા નહી રોકી શકે: આતંકવાદના મુદ્દે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનની જાટકણી કાઢી

નવી દિલ્હી : આતંકવાદના મુદ્દે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે એકવાર ફરીથી પાકિસ્તાનની જાટકણી કાઢી હતી. રાજનાથ સિંહે કહ્યું કે, પાકિસ્તાનને આતંકવાદ પર લગામ લગાવવી જોઇએ. નહી તો કોઇ પણ તેના ટુકડા થતા નહી રોકી શકે. રાજનાથ સિંહે કહ્યું કે, ભારતના લઘુમતી સુરક્ષીત હતા, સુરક્ષીત છે અને સુરક્ષીત રહેશે. ભારતીય જાતી અથવા ધર્મના આધારે લોકોને વિબાજીત નથી કરતું.

રાજનાથ સિંહે કહ્યું કે, અનુચ્છેદ 370 ને રદ્દ કરવાનાં ભારતનાં નિર્ણયને પાકિસ્તાન પચાવી શકતું નથી. પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્રમાં પણ જઇને આટલી મોટી વૈશ્વિક સંસ્થાને ગુમરાહ કરવાના પ્રયાસો કરવા લાગ્યું. સરહદો પર પહેરો દેતા શહીદ થયેલા 122 સૈનિકોની યાદમાં રાખવામાં આવેલા એક કાર્યક્રમમાં બોલતા રાજનાથ સિંહે કહ્યું કે, જો પાકિસ્તાન તરફથી કોઇ પણ ઘુસણખોરી થાય છે તો અમારી સેના તેના માટે પણ તૈયાર બેઠા છે. કોઇ પણ ઘુસણખોર ભારતથી જીવતો પરત નહી ફરે.

(11:53 am IST)