મુખ્ય સમાચાર
News of Sunday, 15th September 2019

કમલનાથ સરકારની નવી યોજના:દૂધ અને ચિકનનું એક જ દુકાનમાં વેચાણ થશે :ભાજપે કહ્યું ધાર્મિક લાગણીને દુભાશે

ઇંડા અને દૂધ અને ચિકન પાર્લરમાં કડકનાથ મુર્ગા પણ મળશે.

ભોપાલ : મધ્યપ્રદેશની કમલનાથ સરકારે નવી યોજના શરૂ કરી છે. જે અંતર્ગત રાજ્યભરમાં એક જ દુકાનમાં ચિકન અને દૂધનું વેચાણ કરવામાં આવશે. આ યોજના અંતર્ગત ભોપાલમાં એક દુકાન ખોલવામાં આવી છે. આ અંગે રાજ્યના પશુપાલન પ્રધાન લક્ષ્‍મણસિંહે કહ્યું, 'લોકોને સારી ગુણવત્તાના ઇંડા અને દૂધ મળશે. ચિકન પાર્લરમાં કડકનાથ મુર્ગા પણ મળશે.

ભાજપે કમલનાથ સરકારના આ નિર્ણય સામે સખત વાંધો ઉઠાવ્યો છે. ભોપાલના ભાજપના ધારાસભ્ય રામેશ્વર શર્માએ કહ્યું હતું કે 'ગાયનું દૂધ, ચિકન અને ઇંડાની સાથે વેચવામાં આવી રહ્યું છે, તેથી અમે તેના પર વાંધો ઉઠાવીએ છીએ. આનાથી લોકોની ધાર્મિક ભાવનાઓને નુકસાન થશે. અમે ઇચ્છીએ છીએ કે સરકાર તેના પર વિચાર કરે. દૂધ અને ચિકન આઉટલેટ્સ એક બીજાથી થોડે દૂર ખોલવા જોઈએ. '

(10:50 am IST)