મુખ્ય સમાચાર
News of Saturday, 15th September 2018

અમેરિકામાં ડર્ટી લેમન કંપની દ્વારા કેશ કાઉન્‍ટર વગરના શો-રૂમનો પ્રારંભ

 

નવી દિલ્હી- રિટેલ ચેન ગ્રાહકોને ઈમ્પ્રેસ કરવા માટે નવી નવી તરકીબો અજમાવતા હોય છે. પહેલા પણ સેલ્ફ ચેકઆઉટ, કેશિયર ફ્રી ગો સ્ટોર્સ જેવી સુવિધાઓ વિષે તમે સાંભળ્યુ હશે. હવે અમેરિકાના મેનહેટનમાં એક એવો સ્ટોર ખુલ્યો છે જ્યાં કોઈ દુકાનદાર નહીં હોય અને, પેમેન્ટ કાઉન્ટર પણ નહીં હોય.

કોઈ પણ વ્યક્તિ અંદર જઈને 10.83 ડૉલર(લગભગ 780 રૂપિયા) કિંમતનું એક્ટિવેટેડ ચારકોલ ડ્રિન્ક લઈને નીકળી શકે છે. જો કે ડ્રિન્ક ફ્રીમાં નહીં મળે. ડર્ટી લેમન નામની કંપની ઓનલાઈન પોતાના ડ્રિંક્સ વેચે છે. પરંતુ એક સ્ટાર્ટઅપ છે જે કેશિયર ફ્રી સ્ટોરનું સંચાલન કરે છે.

કંપનીને લાગે છે કે ગ્રાહક જે રીતે ઓનલાઈન ઓર્ડર પર હોમ ડિલિવરી પછી પૈસા આપે છે, તે રીતે તે પેમેન્ટ કાઉન્ટર ફ્રી સ્ટોર પરથી ડ્રિન્ક લઈને ટેક્સ્ટ મેસેજના માધ્યમથી પેમેન્ટ કરશે. સ્ટોર પરથી ડ્રિન્ક લઈને ગ્રાહકે ડર્ટી લેમન લખીને મેસેજ મોકલવાનો હોય છે. પછી કંપનીનો એક રિપ્રેઝન્ટેટિવ જવાબમાં એક લિંક મોકલશે અને પુછશે કે શું તમને કોઈ બીજુ કંઈ જોઈએ છે? ગ્રાહક લિંક પર જઈને પેમેન્ટ કરી શકે છે.

કંપનીના CEO જેક નૉમ્રેડિન બાબતે બિલકુલ ચિંતિત નથી કે તેમના સ્ટોર પર ચોરીની સંખ્યામાં વધારો થશે. તે જણાવે છે કે, મને લાગે છે કે વધારે પડતા લોકો અવારનવાર ચોરી કરીને પોતાને આરોપી માની લેશે. કંપની આને નુકસાન નહીં માને, પણ સેંપલિંગ કોસ્ટ તરીકે ગણશે.

ઉલ્લેખનીય છે કે ડર્ટી લેમનની સ્થાપના 2015માં થઈ હતી. તેના લગભગ 1 લાખ ગ્રાહક છે, જેમાંથી લગભગ અડધા દર મહિને ઓછામાં ઓછા ડ્રિન્ક ઓર્ડર કરે છે. કંપની હવે ન્યૂ યોર્ક અને અન્ય શહેરોમાં પણ કાઉન્ટર ખોલવાનો વિચાર કરી રહી છે.

(4:49 pm IST)