મુખ્ય સમાચાર
News of Saturday, 15th September 2018

અમેરિકાની અેપલ કંપની દ્વારા ૨પ હજારના આઇ ફોનનું લોન્‍ચીંગઃ અેરટેલના પોસ્ટપેઇડ ગ્રાહકો માટે હપ્તાની સુવિધા

 

નવી દિલ્હીઃ અમેરિકાની કંપની એપ્પલે પોતાના આઈફોનની નવી સીરીઝ લોન્ચ કરી છે. iPhone Xs, iPhone Xs Max અને iPhone XRની શરૂઆતની કિંમત 76,900 રૂપિયા છે. સાથે કંપનીએ આઈફોન 7 અને આઈફોન 8ના મોડલ્સની કિંમત પણ ઘટાડી દીધી છે. હવે એક નવી ઓફર આવી છે જે મુજબ તમે આઈફોન 6 માત્ર 5150 રૂપિયામાં મેળવી શકો છો. ઓફર આપી રહ્યું છે એરટેલ.

ઓફર માત્ર પોસ્ટપેઈડ યૂઝર્સ માટે છે. યૂઝર્સને 5150 રૂપિયાનું ડાઉનપેમેન્ટ આપવું પડશે. ત્યાર બાદ 12 મહિના માટે 2099 રૂપિયાનો એરટેલનો પ્લાન લેવો પડશે જેની કુલ કિંમત 25,000 રૂપિયા થાય છે. આવું કરવાથી તમને ફોન માત્ર 5150 રૂપિયામાં મળશે.

રીતે ખરીદો આઈફોન 6

-સૌથી પહેલા એરટેલની ઓફિશિયલ વેબસાઈટ https://www.airtel.in/ પર જવાનું રહેશે.

-ત્યાર બાદ નીચે આપેલા વિકલ્પમાંથી Smartphone પર ક્લિક કરો

-અહીં તમને iPhone 6નો વિકલ્પ જોવા મળશે. તેની વ્યૂ ડિટેઈલ પર ક્લિક કરો.

-ત્યાર બાદ જે પેજ ઓપન થાય તેમાં Buy Now પર ક્લિક કરો

-હવે તમારે તમારો ફોન નંબર એન્ટર કરવાનો રહેશે. નંબર એન્ટર કર્યા બાદ એક OTP આવશે તેને તમારે એન્ટર કરવાનો રહેશે.

-ત્યાર બાદ બાકી જરૂરી માહિતી અને એડ્રેસ એન્ટર કરવાનું રહેશે.

- સાથે તમને એવી પણ સુવિધા આપવામાં આવે છે કે તમે હાલના નંબર સાથે રહેવા માંગો છો કે તેને પોર્ટ કરવા ઈચ્છો છો. તમે કોઈ પમ વિકલ્પ પસંદ કરી શકો છો.

2099ના પ્લાનમાં શું આપે છે એરટેલ

પ્લાન અંતર્ગત યૂઝર્સને દર મહિને 50 જીબી ડેટા પ્રતિ મહિને આપવામાં આવશે. અનેલિમિટેડ લોકલ અને એસટીડી કોલિંગની સુવિધા આપવામાં આવે છે સાથે ફ્રી રોમિંગનો લાભ પણ મળશે. સાથે એરટેલ ટીવીનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળશે.

(4:47 pm IST)