મુખ્ય સમાચાર
News of Saturday, 15th September 2018

આ વર્ષે ૧ કરોડ લોકોને કેન્સર ભરખી જશે

એકલા ફેફસાના કેન્સરના કારણે જ ૧૮ લાખ લોકો મરશેઃ ચાલુ વર્ષે કેન્સરના લગભગ ૨ કરોડ વધુ દર્દી થશેઃ સ્ત્રીઓ વધુ ભોગ બને છે

સ્વીડનઃ. વિશ્વ આરોગ્ય સંસ્થાની આંતરરાષ્ટ્રીય કેન્સર રીસર્ચ એજન્સી (આઈએઆરસી) નવા અંદાજ મુજબ આ વર્ષે લગભગ ૧ કરોડ લોકો કેન્સરના કારણે મૃત્યુ પામશે.

દુનિયાભરના ૧૮૫ દેશોમાં થયેલા કેન્સરના બનાવોની માહિતી પર આધારીત આ રીપોર્ટ બુધવારે સી.એ. નામના કેન્સર માટેના જર્નલમાં પ્રકાશિત થયો છે. સંશોધકોનો અંદાજ છે ચાલુ વર્ષે કેન્સર ૧ કરોડ ૮૧ લાખ નવા દર્દીઓ ઉભા થશે અને ૯૬ લાખ દર્દીઓ કેન્સરના કારણે મૃત્યુ પામશે. ૬ વર્ષ પહેલાના ૧ કરોડ ૪૧ લાખ નવા દર્દીઓ અને ૮૨ લાખ મૃત્યુની સરખામણીએ આ આંકડામાં નોંધપાત્ર વધારો થયો છે. રીપોર્ટ અનુસાર દુનિયાભરમાં દર આઠ પુરૂષે એક અને દર અગીયાર મહિલાએ એકનુ મૃત્યુ કેન્સરના કારણે થાય છે.

આ વર્ષે ફેફસાનું કેન્સર બીજા કોઈ પણ પ્રકારના કેન્સર કરતા વધારે જોવા મળ્યુ છે. જે મુજબ ફેફસાના કેન્સરનું નિદાન ૨૧ લાખ અને મૃત્યુ ૧૮ લાખનો અંદાજ છે. રીપોર્ટ અનુસાર ફેફસાનું કેન્સર મહિલાઓના ૭,૨૫,૦૦૦ની સામે પુરૂષોમાં ૧૩ લાખ ઘણુ વધારે ગણાય છતા પણ આઈએઆરસીના કહેવા પ્રમાણે સ્ત્રીઓમાં ફેફસાનું કેન્સર ઘણુ વધારે છે જેનુ કારણ કદાચ જાહેર સ્થળોએ આડકતરૂ ધુમ્રપાન હોય શકે. (ટાઈમ હેલ્થમાંથી સાભાર)(૨-૨૦)

(3:23 pm IST)