મુખ્ય સમાચાર
News of Saturday, 15th September 2018

ઈતિહાસકાર રામચન્દ્ર ગુહાએ કરી જીન્હા સાથે અમિતભાઈ શાહની સરખામણી;જબરો વિવાદ

અમિતભાઇ કહે છે હું કોઈપણ ભોગે ચૂંટણી જીતીશ,જીન્હા કહેતા હું કોઈપણ ભોગે પાકિસ્તાન બનાવીશ

નવી દિલ્હી :ભારતના જાણીતા ઈતિહાસકાર રામચન્દ્ર ગુહાએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ  શાહની સરખામણી પાકિસ્તાનના રાષ્ટ્રપિતા મહોમ્મદ અલી જિન્હા સાથે કરી છે.  

   રામચંદ્ર ગુહાએ કહ્યુ કે, કેટલીક રીતે તમે અમિતભાઈ  શાહની સરખામણી જિન્હા સાથે કરી શકો. અમિત શાહ કહે છે કે, હું કોઈ પણ ભોગે ચૂંટણી જીતીશ અને જિન્હા પણ કહેતા કે, કોઈ પણ ભોગે હું પાકિસ્તાન બનાવીશ, લાશોના ભોગે પણ બનાવીશ.

  રામચંદ્ર ગુહાના આ નિવેદનથી જબરો વિવાદના એંધાણ વર્તાઈ રહ્યાં છે 

 

(12:49 pm IST)