મુખ્ય સમાચાર
News of Saturday, 15th September 2018

ચીન ફરીવાર ડોકલામ જેવા ઘટનાઓને આપી શકે છે અંજામ:સેનાના પૂર્વ કમાન્ડરનો ધડાકો

ચીન ફરી એકવાર ડોકલામ જેવા ઘટનાઓને અંજામ આપી શકે છે. સેનાના બે પૂર્વ કમાન્ડરે આ ભીતી વ્યકત કરી છે. ડોકલામ વિવાદ વખતે સેનાનું નેતૃત્વ કરનારા આ રીટાયર્ડ લેફ્ટનન્ટ જનરલ પ્રવિણ બક્ષી અને રીટાયર્ડ લેફ્ટનન્ટ જનરલ ડીએસ હુડાએ આ શક્યતા વ્યકત કરી છે.  

   ડોકલામ રીવિઝીટેડ નામના વિષય પર યોજાયેલા એક કાર્યક્રમમાં હુડાએ કહ્યુ કે જે પ્રકારની ઘટનાઓ આપણને જોવા મળી છે તેવી ભવિષ્યમાં પણ જોવા મળી શકે છે. તેમણે કહ્યુ કે આની સામે મજબૂત વ્યવસ્થા ઉભી નહી કરાય તો તે ચિંતાનો વિષય બની શકે છે

 . તેમણે ડોકલામ વિવાદ વખતે સેનાને કાર્યવાહીને લઇને સરકારે આપેલી છુટા દોરને પણ બિરદાવ્યો હતો.

(12:33 pm IST)