મુખ્ય સમાચાર
News of Saturday, 15th September 2018

ભાગેડુ વિજય માલ્યાને લોન અપાવવામાં નાણાં મંત્રાલયના કેટલાક અધિકારીઓની સંડોવણીની સીબીઆઈને આશંકા

અધિકારીઓએ બેંક સાથે વાર્તાલાપ કરીને માલ્યાને લોન આપવી: કેટલાક અધિકારીઓના વલણ પર નજર

નવી દિલ્હી ;ભાગેડુ વિજય માલ્યાને લોન આપવાના મામલે સીબીઆઈની રડારમાં નાણા મંત્રાલયના અધિકારીઓ આવ્યા છે સીબીઆઈનો દાવો છે કે નાણા મંત્રાલયના અધિકારીઓએ બેંક સાથે વાર્તાલાપ કરીને માલ્યાને લોન આપવી હતી. સીબીઆઈ આ મામલે કેટલાક અધિકારીઓના વલણ પર નજર રાખી રહી છે.

 સૂત્રોના જણાવ્યા પ્રમાણે સીબીઆઈ લોન રિકાસ્ટમાં નિયુક્ત કરવામાં આવેલા રાજનીતિકની ભૂમિકાની પણ તપાસ કરી શકે છે. માલ્યાએ મિડ રેકિંગ અધિકારીઓ સાથે પણ અનેક વખત મુલાકાત કરી હતી.  આ ઉપરાંત બેંકના અધિકારીઓ સાથે પણ મુલાકાત કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

  સીબીઆઈ માલ્યા સિવાય  આઈડીબીઆઈ બેંકના અધિકારીઓ વિરૂદ્ધ તપાસ કરી રહી છે. કિંગફિશરને એરલાઈન્સને બે વખલ ની રીસ્ટ્રક્ચક કરી હતી.આ તમામ લોન યુપીએ સરકારના શાસનમાં આપવામાં  આવી હતી.

(12:36 pm IST)