મુખ્ય સમાચાર
News of Saturday, 15th September 2018

અડધો અડધ ચૂંટણી અફસરો ઠોઠ સાબિત થયાઃ મુકત અને ન્યાયી ચૂંટણી કેવી રીતે કરાવવી? વિટંબણા

ભોપાલ : મધ્યપ્રદેશમાં ચૂંટણી પૂર્વે પંચે જેમને ચૂંટણીની ફરજ સોંપવાની છે તેમની ચૂંટણી પ્રક્રિયા અંગે સબબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ (એસડીએમ)થી માંડીને ગ્રામ પંચાયતના તહેસીલદાર (તલાટી) સુધીની વ્યકિતઓના પરિક્ષણ દરમિયાન ૩૨૩ અધિકારીઓ તેમના પદને છાજે તેવો દેખાવ કરી શકયા ન હતા. તે સંજોગોમાં તેઓ મુકત અને ન્યાયી ચૂંટણી કાર્ય કેવી રીતે કરી શકશે? તે સવાલ પંચને પણ સતાવે છે. આમાના કેટલાક અધિકારીઓને તો રાજયના પાટનગર ભોપાલ, નજીકના શહેર સહારે, હોશંગાબાદ, રાધોગઢ, ગુના, ગ્વાલિયર, ઈન્દોર અને છતરપુર જેવા વિસ્તારોમાં ફરજ સોંપવામાં આવવાની હતી. મ.પ્રદેશમાં ચાલુ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે. ૨૩૦ બેઠકોની ચૂંટણી ફરજ માટે ત્રણ ગણા અધિકારીઓ એટલે કે ૭૦૦ અધિકારીઓની પરીક્ષા લેવાઈ હતી.(૩૭.૬)

(12:04 pm IST)