મુખ્ય સમાચાર
News of Saturday, 15th September 2018

ભોપાલઃ અનાથ આશ્રમના મુકબધીર છાત્ર-છાત્રાઓ સાથે યૌન શોષણ

હોસ્ટેલના સંચાલકે કાળા કામ કર્યાઃ યૌન શોષણ અને અપ્રાકૃતિક કૃત્યનો આરોપઃ પોલીસમાં કેસ નોંધાયો

ભોપાલ, તા. ૧૫ :. મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલમાં ફરી એક વખત મુકબધીર છાત્ર-છાત્રાઓની સામે યૌન શોષણનો મામલો સામે આવ્યો છે. આ આરોપીઓની ધરપકડની માંગણીને લઈને કોંગ્રેસના કાર્યકરોએ ગઈકાલે મોડી રાત સુધી પોલીસ સ્ટેશનને ઘેરાવ કર્યો હતો. જે પછી બે આરોપીઓ વિરૂદ્ધ કેસ નોંધાયો હતો.

આ યૌન શોષણનો આરોપ ભોપાલના બૈરાગઢ સ્થિત સાંઈ વિકલાંગ અનાથ આશ્રમના હોસ્ટેલ સંચાલક પર લાગ્યો છે. અહીં રહેતા મુકબધીર છાત્ર-છાત્રાઓએ અનાથ આશ્રમના સંચાલક પર અપ્રાકૃતિક કૃત્યની સાથે સાથે યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. હોસ્ટેલના સંચાલક પર ૩ છાત્ર અને ૨ છાત્રાઓના યૌન શોષણ અને અપ્રાકૃતિક કૃત્ય કરવાનો આરોપ મુકાયો છે.

આ છાત્ર-છાત્રાઓએ સાઈન લેંગ્વેજમાં ન્યાય વિભાગના અધિકારો સમક્ષ વિતકકથા વર્ણવી હતી તે પછી બધા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તે પછી હોસ્ટલ સંચાલક એમ.પી. અવસ્થી વિરૂદ્ધ ૩૭૭, ૩૭૬, ૩૫૪, ૩૪, ૫૦૬ હેઠળ કેસ નોંધાયો હતો. છાત્રોના જણાવ્યા પ્રમાણે હોસ્ટેલ સંચાલક ૨૦૧૦થી અલગ અલગ છાત્રોને પોતાનો શિકાર બનાવતો હતો.(૨-૪)

(12:03 pm IST)