મુખ્ય સમાચાર
News of Friday, 14th September 2018

પેટ્રોલની કિંમત હજી પણ વધારે દઝાડશે ઇરાનથી સસ્તા ક્રૂડની આયાત અટકી શકે

ઇરાન સાથે વ્યાપારિક સંબંધો રાખશે તેની વિરુદ્ઘ કડક કાર્યવાહીની અમેરિકાની ધમકી

 

નવી દિલ્હી : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી ઉચ્ચારી છે કે જે દેશ તથા એકમ ઇરાન સાથે વ્યાપારિક સંબંધો રાખથે તેની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થશે. પ્રતિબંધોમાં ઇરાન પાસેથી કાચા તેલની આયાતને ઘટાડીને શૂન્ય કરવાનો પણ સમાવેશ થાય છે

 ટ્રમ્પ તંત્રના એક વરિષ્ઠ અધિકારીએ સાંસદોને વાત કરી હતી. ભારત ઇરાન પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ ખરીદે છે. અમેરિકાની નવી ચેતવણીથી ભારતના ઇરાન પાસેથી સસ્તા તેલની આયાતની આસા પર પાણી ફરી શકે છે. તેના કારણે દેશમાં ઇંધણની કિંમતમાં ઘટાડો થવાની શક્યતાઓ ધૂંધળી થતી લાગે છે.

 આર્થિક મુદ્દે સહાયક વિદેશ મંત્રી ભારતીય મુળના મનીષા સિંહે ગુરૂવારે સાંસદોને કહ્યું કે, આપણે તે લોકો પર કડક કાર્યવાહી કરવા માટે તૈયાર છીએ

(1:09 am IST)