મુખ્ય સમાચાર
News of Friday, 14th September 2018

મધ્યપ્રદેશમાં દિગ્વિજયસિંહના કાફલા પર ઈંડા ફેંકી કાળા વાવટા ફરકાવી વિરોધ

કરણી સેનાના કાર્યકરોએ એસસી એસટી એક્ટના વિરોધમાં દિગ્વિજયસિંહનો વિરોધ કર્યો

 

મધ્યપ્રદેશના મંદસોરમાં કોંગ્રેસ નેતા અને રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન દિગ્વિજયસિંહનો વિરોધ કરવામાં આવ્યો છે. કરણી સેનાના કાર્યકરોએ દિગ્વિજયસિંહના કાફલા પર ઈંડા ફેંકી કાળા વાવટા ફરકાવ્યા હતા. કરણી સેનાના કાર્યકરોએ એસસી એસટી એક્ટના વિરોધમાં દિગ્વિજયસિંગનો વિરોધ કર્યો છે. દિગ્વિજયસિંહ મધ્ય પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ચૂંટણી પ્રચાર કરી રહ્યા છેજે દરમ્યાન તેમનો મંદસોરમાં વિરોધ કરવામાં આવ્યો હતો

(12:11 am IST)