News of Friday, 14th September 2018
સ્વદેશી હોવિત્ઝર તોપનું કરાયુ સફળ પરિક્ષણ: 50 કિમીની છે રેન્જ
નવી દિલ્હી :ભારતીય સેનાએ પોખરણ ફાયરિંગ રેન્જમાં ગુરુવારે સાંજના સમયે સ્વદેશ નિર્મિત હોવિત્ઝર તોપ 9-વજ્ર-ટીનુ સફળ પરિક્ષણ કર્યુ છે. આ તોપ લાંબા અંતરની મારક ક્ષમતા ધરાવે છે. તોપની રેન્જ 40થી 50 કિમીની છે. આ તોપ ખાસ રણવિસ્તારની પરિસ્થિતિ જોઈ નિર્મિત કરવામાં આવી છે. આગામી દિવસોમાં આ તોપને પશ્ચિમ સરહદે તહેનાત કરવામાં આવશે.
(11:35 pm IST)