મુખ્ય સમાચાર
News of Friday, 14th September 2018

H-1B વીઝા ધારકોને નોકરીમાં ફેરફાર કરવાની સગવડ આપોઃ ગ્રીન કાર્ડ માટે નકકી કરેલી દેશ દીઠ મર્યાદા વધારોઃ ઇન્‍ડિયન અમેરીકન કોંગ્રેસમેન શ્રી રાજા ક્રિશ્નામુર્થીએ હાઉસ ઓફ રિપ્રેઝન્‍ટેટીવમાં પ્રસ્‍તાવ રજૂ કર્યો

વોશીંગ્‍ટન : ઇન્‍ડિયન અમેરિકન કોંગ્રેસમેન  શ્રી રાજા ક્રિષ્‍નામુર્થીએ હાઉસ ઓફ રિપ્રેઝન્‍ટેટીવમાં  H-1B વીઝા પોલીસી ધરાવતા  કર્મચારીઓ માટે નોકરીમાં ફેરફાર કરી શકવા તથા ગ્રીન કાર્ડ બેકલોગમાં દેશ દીઠ મર્યાદા વધારવા પ્રસ્‍તાવ રજુ કર્યો છે. જેમણે રિપબ્‍લીકન લો મેકર માઇક કોફમેન સાથે મળીને  મુકેલા આ પ્રસ્‍તાવમાં HR 6794 ના  અમલ  સાથે ઇમીગ્રેશન ઇનોમેશન એકટ  ર૦૧૮ માટે માંગણી મુકી છે.

 જો તેમનો આ પ્રસ્‍તાવ મંજુર થશે તો  H-1B વીઝા દ્વારા કુશળ કામદારોના આગમનને વેગ મળશે. તથા અમેરિકામાં સાયન્‍સ ટેકનોલોજી એન્‍જીનીયરીંગ, અને મેથેમેટીકસ(  STEM) ક્ષેત્રે રોકાણો વધશે તથા વિશ્વસ્‍તરીય અર્થતંત્ર સાથે સ્‍પર્ધા કરવા માટે દેશ સજજ થઇ શકશે.

ઉપરાંત અમેરિકન કામદારોને નોકરી આપવા માટે  H-1B વીઝા ધારકોની સંખ્‍યા ઉપર મુકવામા આવેલા કાપ પણ દુર કરવા સૂચન કરાયું છે.  તેમજ   H-1B વીઝા ધારકોને યોગ્‍ય લાગે ત્‍યારે નોકરીમાં ફેરફાર કરી શકે તેવી જોગવાઇ કરવા પણ અનુરોધ કરાયો છે.

(9:59 pm IST)