News of Saturday, 15th September 2018
અમેરિકાના ટ્રેઝરી ડિપાર્ટમેન્ટમાં ભારતીય અમેરિકન શ્રી બિમલ પટેલની નિમણુંક : ફાઇનાન્સિયલ ક્ષેત્રના અનુભવને ધ્યાને લઇ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ મહત્વનો હોદ્દો સોંપ્યો
વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ ભારતીય અમેરિકન શ્રી બિમલ પટેલને ટ્રેઝરી ડિપાર્ટમેન્ટમાં આસી સેક્રેટરી તરીકે નિમણુંક આપી છે.જ્યોર્જિયામાં સ્થાયી થયેલા શ્રી પટેલ વોશિંગટન ડી સી માં ફાઇનાન્સિયલ એડવાઈઝરી એન્ડ રેગ્યુલેશન પ્રેક્ટિસ હેડ તરીકે સેવાઓ આપી ચુક્યા છે.તેમજ ફેડરલ ડિપોઝિટ ઈન્સ્યુરન્સ કોર્પોરેશનમાં પણ ડિરેક્ટર તરીકે તેમણે કામગીરી બજાવી છે.તથા સ્ટેનફોર્ડ યુનિવર્સીટીમાં એસોસિએટ પ્રોફેસર તરીકેનો અનુભવ ધરાવે છે.
(12:51 pm IST)