મુખ્ય સમાચાર
News of Friday, 14th September 2018

રાજસ્થાનના બે શખ્શો કોબ્રાનાં ઝેરથી કરે છે નશોઃ વૈજ્ઞાનિકો ચોંકયા

કોબ્રા પાસે જીભ ઉપર દંશ દેવડાવે છે છતાં કશું નથી થતું

નવી દિલ્હી તા. ૧૪: સામાન્ય રીતે લોકો નાગનું નામ સાંભળીને ફફડતા હોય છે ચંડીગઢના પોસ્ટ ગ્રેજયુએટ ઇન્સ્ટી. ઓફ મેડીકલ એજયુ. એન્ડ રીસર્ચના વૈજ્ઞાનિકોને એવા બે શખ્શો મળ્યા છે જે કોબ્રા પાસે દંશ મરાવે છે અર્થાત બટકા ભરાવે છે. એવું જાણવા મળે છે કે આ બંને નશો કરવા માટે પોતાની જીભ પર કોબ્રાને દંશ મરાવે છે કારણ કે અન્ય કોઇ નશો આ બંનેને અસર નથી કરતો. સંસ્થા હવે આ બંને ઉપર રિસર્ચ કરે છે.

આ બંને શખ્શોને જોઇ વૈજ્ઞાનિકો આશ્ચર્યચકિત છે. બંને શખ્શ રાજસ્થાનના છે અને બંને સારા ઘરના છે. તેઓ ૧પ વર્ષથી નશીલા પદાર્થો લ્યે છે. બંને મદારી પાસે જઇને જીભ પર બટકા ભરાવે છે દંશ બાદ ઝાટકો લાગતો, બધુ ધુંધણું થઇ જતું અને ૧ કલાક સુનમુન થઇ જતાં પણ જગાડયા બાદ તેઓને સાફ લાગતું હતું. તેઓનું કહેવું છે કે આ દારૂ કે બીજા નશા કરતાં વધુ જોરદાર છે. સંશોધન મુજબ ઝેરનો ઉપયોગ કરતા લોકોને ૩-૪ સપ્તાહ સુધી ખુશી, મહાનતા અને ઘણી નિંદર આવતી હોય છે. (૭.રર)

(12:00 pm IST)