મુખ્ય સમાચાર
News of Friday, 14th September 2018

'ભુખ્યા હતા આતંકવાદીઓ : ઘરમાં ઘુસીને લઇ ગયા બિસ્કિટ - સફરજન'

આંતરરાષ્ટ્રીય બોર્ડર પાસે રહેનાર એક સ્થાનિક નિવાસીએ પોલીસને જણાવ્યું હતું કે, બુધવારે ત્રણ આતંકવાદીઓ તેના ઘરમાં ઘુસ્યા હતા

શ્રીનગર તા. ૧૪ : જમ્મુ કાશ્મીરમાં બારામુલા જિલ્લાના સોપોર વિસ્તારમાં ગુરૂવારે સુરક્ષાદળો સાથેની અથડામણમાં બે આતંકવાદી માર્યા ગયા હતા. પોલીસે કહ્યું હતું કે આ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની સુચના મળી હતી. આ પછી સુરક્ષાદળોએ વિસ્તારને ઘેરી લીધો હતો. પોલીસે કહ્યું હતું કે છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીઓ ચલાવી હતી. આ પછી સુરક્ષાદળોએ જવાબી કાર્યવાહી કરતા અથડામણ શરૂ થઈ ગઈ હતી.

આંતરરાષ્ટ્રીય બોર્ડર પાસે રહેનાર એક સ્થાનિક નિવાસીએ પોલીસને જણાવ્યું હતું કે બુધવારે ત્રણ આતંકવાદીઓ તેને ઘરમાં ઘુસ્યા હતા. બુધવારે સાંજે લગભગ ૮ કલાકે હથિયારો સાથે ત્રણ વ્યકિત મારા ઘરમાં આવ્યા હતા અને મને ધમકી આપી હતી કે તેમના વિશે કોઈને જાણકારી ન આપું. આતંકવાદીઓ તે પહેલા કહ્યું હતું કે તે પાંચ દિવસથી ભુખ્યા છે પછી તે બિસ્કિટ અને સફરજન લઈ અહીંથી ભાગી ગયા હતા.

બીજી તરફ જમ્મુના પુંછ સેકટરમાં સેનાએ એલઓસી પાર કરનાર એક પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરી છે. રક્ષા મંત્રાલયના સુત્રોએ ગુરુવારે આ જાણકારી આપી હતી. ઘુસણખોરની ઓળખાણ ઉમીર યુસુફ (૨૩)ના રુપમાં થઈ છે. જે પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરના પુંછ સેકટરના તારલ ખેલનો રહેવાસી છે.

સેનાના જવાનોને તેની પાસેથી એક તમ્બાકનું પેકેટ, બે ઓળખપત્ર અને પાકિસ્તાની મુદ્રામાં ૫૦ રૂપિયા મળી આવ્યા છે. (૨૧.૫)

(9:35 am IST)