મુખ્ય સમાચાર
News of Friday, 14th September 2018

સહારનપુર જેલમાંથી છૂટયો ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર : હવે BJP સામે એલાને જંગ

લખનૌ તા. ૧૪ : ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદ ઉર્ફે રાવણને સહારાનપુર જેલમાંથી છોડવામાં આવ્યો છે. તેના ઉપર વર્ષ ૨૦૧૭માં સહારનપુરમાં જાતીય હુલ્લડ ફેલાવવાનો આરોપ સર રાષ્ટ્રીય સુરક્ષા કાયદો (રાસુકા) અંતર્ગત જેલ ભેગો કર્યો હતો. રાવણને ગુરુવારે રાત્રે ૨.૩૦ વાગે જેલમાંથી છોડવામાં આવ્યો હતો. આ પહેલા બુધવારે ઉત્ત્।ર પ્રદેશની યોગી સરકારે રાવણને જેલ મૂકત કરવાનો આદેશ આપ્યો હતો. સરકારે ભીમ આર્મીના નેતા ચંદ્રશેખર પર લાગેલો રાસુકા હટાવી લીધો હતો. જોકે, મૂકત થવાની સાથે જ તેણે મોદી સરકાર ઉપર હુમલો કર્યો હતો. મોદી સરકાર સામે જંગનું એલાન કર્યું હતું.

યુવા નેતા પરથી ત્રણ મહિના પહેલા રાસુકો હટાવી લીધો છે. આ પહેલા બે અન્ય વ્યકિતઓ સામેનો પણ રાસુકો કાયદો યુપી સરકારે રદ કરી દીધો હતો. યુવા નેતા પર સહારનપુર હિંસા ભડકાવવાનો આરોપ હતો.

યુપી સરકારના ગૃહ વિભાગ તરફથી જારી કરેલ એક વિજ્ઞપ્તિમાં ચંદ્રશેખરને છોડવાની વાત કરવામાં આવી છે. આ મામલે સહારનપુરના મેજીસ્ટ્રેટ એ કે પાંડેયને પણ ઓર્ડરની કોપી મોકલાવી દીધી છે રાવણ સાથે અન્ય ત્રણ લોકોને પણ છોડી મુકવામાં આવશે. માનવામાં આવે છે તે આ પગલાથી બીજેપી એસસી-એસટી વર્ગને પોતાની સાથે જોડવાનો પ્રયત્ન કરી રહી છે.

સહારનપુર જેલમાંથી મૂકત થયા બાદ જ ચંદ્રશેખર આઝાદે સભાને સંબોધિત કરી હતી. આ દમિયાન બીજેપી ઉપર જોરદાર હુમલો કર્યો હતો. રાવણે કહ્યું હતું કે, વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં BJPને હરાવવાની છે. બીજેપી સત્તામાં પણ શું વિપક્ષમાં પણ નહીં આવે. બીજેપીના ગુંડાઓથી લડવાનું છે. તેમણે કહ્યું કેસ સમાજિક હિત માટે ગઠબંધન થવું જોઇએ.

સહારનપુરના શબ્બીરપુર ગામમાં સહારનપુર હિંસાની શરૂઆત થઈ હતી.આ પછી ભીમ આર્મીએ એસસી-એસટી શોષણ સામે ૯ મે ૨૦૧૭ના રોજ સહારનપુરમાં મહાપંચાયત બોલાવી હતી. પોલીસે તેની મંજુરી આપી ન હતી. જોકે તેનું આમંત્રણ કાર્ડ સોશિયલ મીડિયા પર જાહેર થઈ ગયું હતું. હજારો લોકો મહાપંચાયતમાં સામેલ થવા માટે પહોંચ્યા હતા. આ પછી ભીમ આર્મીના સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે ચંદ્રશેખર સામે મામલો નોંધ્યો હતો.

(9:34 am IST)