મુખ્ય સમાચાર
News of Friday, 14th September 2018

કેરળમાં નન સાથે દુષ્કર્મ મામલે હાઇકોર્ટમાં ચાર્જશીટ દાખલ :આરોપી બિશપને 19મીએ હાજર થવા આદેશ

કેરળમાં નન સાથે દુષ્કર્મ મામલે પોલીસે કેરળ હાઈકોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. કોર્ટમાં પીડિતાના વકીલે કહ્યુ કે, આરોપીઓ દ્વારા મામલાને દબાવવા માટે નાણાની લાલચ આપવામાં આવી છે.આ ઉપરાંત ડરાવવા અને ધમકી આપવામાં આવી હોવાની રજૂઆત કોર્ટમાં કરવામાં આવી છે.

 કેરળ પોલીસે દુષ્કર્મના આરોપી બિશપ ફ્રૌકોને સમન પાઠવી 19 સપ્ટેમ્બરના રોજ હાજર થવાના આદેશ આપ્યા છે.

 આ મામલે પોલીસે ફરિયાદ પણ દાખલ કરી છે. કેરળના આઈજી વિજય સાકરેએ જણાવ્યુ કે, આરોપી બિશપને હાજર થવાનુ કહેવામાં આવ્યુ છે.

(12:00 am IST)