ટ્રિપલ તલ્લાકનો ભોગ બનવાથી સુપ્રીમ કોર્ટમાં ગયેલી મહિલા ઉપર એસિડ અટેક
ન્યુદિલ્હી: દિલ્હીમાં રહેતી શબનમ નામની મહિલાના 8 વર્ષ પહેલા બુલંદ શહેરમાં જોલીગઢ મુકામે નિકાહ થયા હતા.જેને થોડા સમય પહેલા તેના પતિએ ટ્રિપલ તલ્લાક આપી દીધા હતા.શબનમનો આરોપ છે કે, પતિ તેના ભાઈથી હલાલા કરાવીને તેને અપનાવવા માગતો હતો. તે વિરુદ્ધ રાનીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
ઉલ્લેખનીય છે કે મુસ્લિમોમાં હલાલા અને નિકાહ હલાલા એક વિધિ હોય છે. શરિયત પ્રમાણે કોઈ ડિવોર્સી મહિલાએ પહેલાં અન્ય કોઈ સાથે નિકાહ કરીને તલાક લેવા પડે છે અને પછી જ તે તેના પહેલાં પતિ સાથે ફરી નિકાહ કરી શકે છે. આ બાબતે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કેસ દરમિયાન શબનમ રાનીપર ગુરુવારે બે બાઈક સવારે એસિડ એટેક કર્યો છે. પીડિતાની હાલત ગંભીર માનવામાં આવે છે. તેને બુલંદશહરમાં એડ્મિટ કરવામાં આવી છે.