મુખ્ય સમાચાર
News of Monday, 15th August 2022

ઉત્તર પ્રદેશમાં ત્રિરંગો ફરકાવવા સ્ટેજ ઉપર જગ્યા ન મળતા ધારાસભ્ય વિરેન્દ્ર ચૌધરી ગુસ્સે થઇ ગયા અને ધરણા ઉપર બેસી ગયા

નવી દિલ્હી તા. ૧પ :.. યુપીના મહારાજ ગંજમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન ૧૦પ ફુટ ઉંચો ત્રિરંગો ફરકાવવાના કાર્યક્રમમાં સ્ટેજ પર સ્થાન ન મળવાને કારણે કોંગ્રેસના ધારાસભ્ય વીરેન્દ્ર ચૌધરી ગુસ્સે થઇ ગયા હતાં. ધરણા પર બેસી ગયા હતાં.

ધારાસભ્યએ કહયું કે તેમને ધ્વજવંદન માટે બોલાવવામાં આવ્યા હતાં. પરંતુ સ્ટેજ પર ન તો તેમનું નામ હતું કે ન તો તેમના માટે બેઠક વ્યવસ્થા હતી.

ધારાસભ્ય જમીન પર બેસી ગયા પછી એડીએમ અને ઇઓએ તેમને સમજાવવાનું શરૃ કર્યુ. પરંતુ ધારાસભ્યો તેમની સામે નારાજગી વ્યકત કરતા રહયા હતાં.

(6:20 pm IST)