મુખ્ય સમાચાર
News of Saturday, 15th August 2020

સ્વતંત્રતા દિવસે નેશનલ ડિજિટલ હેલ્થ મિશન લૉન્ચ: : તમામને મળશે આધાર કાર્ડ જેવું યુનિક મેડિકલ કાર્ડ

દરેક ટેસ્ટ, દરેક બીમારી, ને ક્યાં ડૉક્ટરે કંઈ દવા ક્યારે આપી, રિપોર્ટ શું હતો? તમામ જાણકારી એક હેલ્થ ID કાર્ડમાં સામેલ હશે

નવી દિલ્હી: કોરોના સંકટ વચ્ચે દેશ 74મોં સ્વતંત્રતા દિવસ મનાવી રહ્યો છે. આ અવસર પર વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લાની પ્રાચીરથી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. આ સાથે જ વડાપ્રધાને દેશને સંબોધન કરતા નેશનલ ડિજિટલ હેલ્થ મિશન  લૉન્ચ કર્યું હોવાની જાહેરાત કરી હતી.
આ યોજનાને લૉન્ચ કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, આજથી દેશમાં એક ખૂબ મોટું અને વ્યાપક અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે. જેનું નામ છે નેશનલ ડિજિટલ હેલ્થ મિશન. જે ભારતના હેલ્થ સેક્ટરમાં નવી ક્રાંતિ લઈને આવશે.

નેશનલ ડિજિટલ હેલ્થ મિશન અંતર્ગત એક યુનિક કાર્ડ ઈસ્યૂ કરવામાં આવશે. જે આધાર કાર્ડના જેવું જ હશે. આ કાર્ડ મારફતે દર્દીનો અંગત મેડિકલ રિકોર્ડ જાણી શકાશે. સરળ ભાષામાં સમજીએ તો, તમે દેશના કોઈ પણ ખુણામાં સારવાર કરાવવા જાવ, ત્યારે જૂની મેડિકલ હિસ્ટરી, પ્રિસ્કિપ્શન અને ટેસ્ટ રિપોર્ટ નહી લઈ જવા પડે. ડૉક્ટર ગમે ત્યાં બેસીને પણ તમારી યુનિક આઈડી મારફતે જાણી શકશે કે, તમને શું બીમારી છે અને અત્યાર સુધીનું રિપોર્ટ શું છે?

તમારા દરેક ટેસ્ટ, દરેક બીમારી અને તમને ક્યાં ડૉક્ટરે કંઈ દવા ક્યારે આપી, તમારો રિપોર્ટ શું હતો? આ તમામ જાણકારી એક હેલ્થ ID કાર્ડમાં સામેલ હશે.

નેશનલ ડિજિટલ હેલ્થ મિશનમાં મુખ્યત્વે હેલ્થ, વ્યક્તિગત સ્વાસ્થ્ય રેકોર્ડ અને દેશભરના ખાનગી ડૉક્ટરો અને સ્વાસ્થ્ય સુવિધાઓના રજિસ્ટ્રેશન પર ફોક્સ કરવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.

જો કે તેને અત્યારથી અનિવાર્ય નહીં કરવામાં આવે. એટલે કે, એ તમારા ઉપર નિર્ભર છે કે, તમે તેના સાથે જોડાવામાં માંગો છો કે કેમ? જો કે એવું મનાય છે કે, આગામી દિવસોમાં તેને ફરજિયાત કરી દેવાશે.
દર્દીની મેડિકલ હિસ્ટ્રી રાખવા માટે હોસ્પિટલ, ક્લિનિક, ડૉક્ટર અને સેન્ટ્રલ સર્વર સાથે લિંક રહેશે. એટલે કે, તેમાં ડૉક્ટર્સ, હોસ્પિટ અને લેબોરેટરી પણ રજિસ્ટર્ડ હશે. આ માટે પણ આ વ્યવસ્થા ફરજિયાત નથી. આ યોજનામાં ઈ-ફાર્મસી અને ટેલીમેડિસીન સેવાની પણ સામેલ કવરાની યોજના છે.

(7:43 pm IST)