News of Saturday, 15th August 2020
ઇડી નો મોટો ધડાકો : અંકિતા લોખંડેના 4.5 કરોડના ફલેટના હપ્તા સુશાંત સિંહના બેન્ક એકાઉન્ટમાંથી કપાતા'તા
ફિલ્મ અભિનેતા સુશાંત સિંઘની ભુતપૂર્વ પ્રેમિકા અંકિતા લોખંડેના સાડાચાર કરોડની કિંમતના મલાડમાં આવેલ ફ્લેટના હપ્તા સુશાંતના એકાઉન્ટમાંથી ચૂકવાતા હતા તેવા વિસ્ફોટથી ખળભળાટ મચી ગયો છે. આજથી બરાબર બે મહિના પહેલા 14 જૂને સુશાંત સિંહે આત્મહત્યા કરી હતી. એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ અને સીબીઆઈ આ કેસની તપાસ ચલાવી રહી છે.
(12:00 am IST)